________________
૪૮
પણ નથી અને એકાન્ત અભિજા પણ નથી કેમ કે દ્રવ્યમાત્રમાં પર્યાય અને પર્યાયમાત્રમાં દ્રવ્ય તાદાત્મક સંબંધથી સ્વાભાવિક જ ૨હેલા છે. જીવ, માટી, સુવર્ણ, કાપડ, આદિ દ્રવ્યો છે અને માનવ શરીર, ઘટ, બંગડી, ખમીશ આદિ પર્યાયો છે, જે કંઈ ફેરફાર દેખાય છે તે પર્યાયોમાં દેખાય છે. દ્રવ્યમાં નહીં તથાપિ પર્યાય સાથે સંબંધિત હોવાથી દ્રવ્યમાં ફેરફાર વ્યવહા૨ દષ્ટિએ બોલાય છે. દ્રવ્ય એટલે મૂળ વતૂ અને દ્રવ્યના આકાશમાં જે ફેરફાર દેખાય છે તે પર્યાય છે. જીવ એ દ્રવ્ય છે. તેમાં પણ કરેલા કમેન વશ બનીને તેમાં સમયે સમયે જૂદી જૂદી જાતના પર્યાયો (આકારો) થતાં રહે છે. આ કારણેજ જીવને પરિણામી ધર્મવાળો કહ્યો છે. એકાન્તનિત્ય અને પરિણામ વિનાનો આત્મા કોઈ કાળે પણ હોઈ શકે નહીં અને જ્યારે આત્મા માં પરિણામત્વ છે તો પોતાના સુખદુ:ખોના, સંયોગ વિયોગ આદિ પર્યાયોના દ્વોમાંથી અમુક પર્યાયો આત્મામાંથી છુટાપડે છે અને બીજા પર્યાયોથી આત્મા ઘેરાઈ જાય છે.
‘દ્વધાતું માંથી દ્રવ્ય શબ્દ બન્યો હોવાથી - દ્રવત ગચ્છત તાનું તાત્પર્યાયાનિતિદ્રવ્યમ્ કર્મની સત્તામાં રહેલો જીવ જ્યારે જ્યારે કમનો ઉદય થાય છે, તે સમયે અમુક (ભૂતકાળ) પર્યાયોને મૂકી દે છે અને ભવિષ્ય એટલે ભાવી માટે અમુક પર્યાયો સ્વીકારી લે છે અને તેમ થતાં સંસારનો