________________
પ૧
પડિલેહનાદ અનુષ્ઠાનોમાં આત્માની મસ્તી અને ચિત્તની સ્થિરતા ટકતી નથી, અમારી આત્મા તેને ટકાવી શકતો નથી અને ટકાવવા જેટલી શ્રદ્ધાપણ ધીમે ધીમે હાથ તાલી આપી દે છે.
તે વ્યાવશ્યક આગમ થી અને નોઆગમથી બે પ્રકારનો છે. જૈન પત્રકાશેની આ એકવિશષ્ટ અને સર્વથા અદ્વિતીય પદ્ધતિ છે. જે બીજે કયાંય નથી પોતાના શિષ્યોને ગુરુદેવો જણાવવા માંગે છે કે, એક જ શબ્દ કંઈ પદ્ધતિએ, કેવા આશયથી કયાં કયાં ગોઠવી શકાય છે. સારાંશ કે આત્મકલ્યાણ કરવાની ભાવનાથી પોતાની પાસે દીક્ષિત થયેલા મુનિઓને કઈ રીતે શિક્ષિત કરવા જેથી તેઓ અનાદિકાળના પાપ સંસ્કારોનો, પાપી ભાષાનો, તથા કદાગ્રહી ભાષા અને અજ્ઞાન પોષક ભાષાનો પણ ત્યાગ કરવા સમર્થ બનવા પામે.
આવશ્યક શબ્દનો ઉપયોગ કયાં અને કેવા કેવા જૂદા પ્રકારે થઈ શકે છે. તેનું જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે જ આગમીય જ્ઞાનની આવશ્યકતા શૌને માટે ગ્રાહ્ય અને માન્ય
હવે તે આવશ્યક શબ્દને આગમ અને નોઆગમની પદ્ધતિએ વિચારશે તેમાં સૌથી પ્રથમ આગનો આશ્રય કરી દવ્યાવશ્યકની વ્યાખ્યા કરે છે.