________________
૧0
કહ્યા છે. આવા મિથ્યાત્વના મૂળમાં અનન્તાનુબંધી કષાયોની હાજરી નકારી શકાતી નથી. “મનના મવાનું અનુવપ્નતિ મનાનુવન્જિન લેવાયા: ' કષ એટલે સંસા૨ના મૂળિયા જેનાથી દઢતમ થાય તે અનન્તાનુબંધી કષાય છે. આંખોની સામે જ્યારે ગાઢતમ ધુમ્મા આવી જાય છે. ત્યારે સારામાં સારી આંખો પણ જોઈ શકતી નથી. તેવી રીતે અનન્તાનુબંધી કષાયોમાં વર્તમાન જીવ પણ પોતાને, પ૨મેશ્વ૨ને, સત્યતત્વને સમજવા જેટલી શકત ગુમાવી બેઠો હોય છે, કેમ કે તે કષાયી છે, અને જે ઈન્દ્રિયોનો ગુલામ છે. તે પૂરા સંસારનો ગુલામ છે. ઈન્દ્રિયાધીન જીવન જીવનાર માનવ ઈન્દ્રિયોની ગુલામી નહીં છોડી શકયાને કારણે, જ્યારે ત્યારે પણ, ઈન્દ્રિયોના કામ ભોગોમાં તૃપ્ત ન થતાં. તેને ગમે ત્યારે પણ “વાત aોથ: રંગાયે.'' એટલે ફરી ફરીને પણ તે આત્માને કષાયાધીન બનવાનો અવસર આવશે. અનન્તાનુબંધી કષાયોની વિધમાનતામાં તેઓ મિથ્યાત્વ નામના પ્રથમ ગુણ સ્થાનકમાંથી ક્યારેય ઉપ૨ આવી શકવાના નથી. તો પછી જ્યારે પોતે જ તેવી સ્થિતિમાં હોય તો તેની લેખની (કલમ) જીભ, વિચાર આંદમાં શમ્યકત્વ આવવાનો એકેય માર્ગ ઉઘાડો ૨હેતે નથી, ફળસ્વરૂપે તેમના લખેલા, બનાવેલા ગન્થોના કારણે જ આજનો ભારત દેશ અન્ધશ્રદ્ધા, હિંસા, દુરાચાર, શરાબ, અને