________________
૧૯
પોતાના વિમાનો છોડી નાચતા-કૂદતા તીર્થંકર પરમાત્માઓની સુગન્ધી પુષ્પો વડે, સુગન્ધી જળ વડે, ધૂપ વડે મંગળદીપ વડે, દ્રવ્ય પૂજા કરે છે. અને પરમાત્માના સાધારણ ગુણો તથા આંતશયોથી ગર્ભત ભાવ પૂજા કરી પોતાની જાતને ધન્ય ધન્ય માને છે.
મનુષ્ય લોકના માનવોની જેમ દેવો પણ પોત પોતાની દેવીઓથી યુકત હોય છે. અગણિત પુણ્યકર્મી હોવાથી, પોતાની મોજ મજા માટે વાવડીઓમાં સ્નાન-જળ ક્રિડા, ઉદ્યાનમાં હરવું ફરવું તેમજ દેવીઓની સાથે ગમે ત્યા જઈ, પોતાની વૈક્રિય લબ્ધ વડે વિમાનની ૨ચના કરી. ભોગ વિલાશોમાં પૂર્ણ મસ્ત હોય છે. તેઓ આ પ્રમાણે વિચારે પણ છે. કે: આપણે બધાય સંસારી જીવો હોવાથી, શરીર શણગાર માટે અગણિત આરંભ સમારંભ કરતા હોઈએ છીએ. તો પછી તેવા ઉત્તમ પદાર્થોથી એટલે ઉત્તમોત્તમ તીર્થસ્થાનોના, ક્ષીર સુમદ્રના, તેમજ તેવા પ્રકારના નદી નદ અને કુંડોના પાણી વડે પ૨માત્માઓ, જાણે આજે જ જમ્યા છે. તેવી કલ્પના કરી. આંભષેક કરીએ તો તેનાથી બીજે ઉત્તમોત્તમ ધર્મ શું હોઈ શકે ? અને જળ વડે અભિષેક પૂજા, કેશર, બરાશ, કસ્તૂરી અને સુખડ (ચન્દન) મિશ્રત પદાર્થોથી અંગવલેપન આંદ શત્કાર્યો, પુણ્યકાર્યો અત્યન્ત શ્રદ્ધાથી કરે છે, નૃત્યપૂજા નાટક પૂજા આદિ પણ કરે છે. અને છેવટે નમુત્થણે તેત્ર વડે પરમાત્માનું ગુણોત્કીર્તન