________________
૧૨૮
આત્મિક દષ્ટિએ પુરૂષાર્થી બનતો તે આત્મા સામાયિકાદ ષડાવશયકનો આરાધક બનવા માટે તે આવશ્યકોને રામજવા માટે પ્રયત્નશીલ બનશે. કેમ કે:- મોક્ષના મહેલ સુધી પહોંચવાને માટે પાપોના માગેને બંધ કર્યા વિના બીજે ઉપાય નથી અને પૂરાણા પાપોને ખંખેરવા માટે આવશ્યક જ્યિા જ મૌલિક કારણ છે.
યદ્યપિ ઈશ્વ૨, પ્રણિધાન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિ આદિ અનુષ્ઠાનો શાસ્ત્રોમાં સંગ્રહાયેલા છે અને અનાદિકાળના અનન્ત ભવોમાં થોડે ઘણે અંશે પણ આરાધ્યા હશે પણ જન્મજન્માન્તરમાં કરેલા, કરાયેલા અને અનુમોદેલા પાપમાગેના દ્વા૨ સમ્યગૃજ્ઞાન દ્વારા જયાં સુધી બંધ ક૨વામાં ન આવે ત્યાં સુધી ઈશ્વર પ્રણિધાનાદિથી આત્માની વિશેષ પ્રગતિ થઈ શકે તેમ નથી. કેમ કે આત્માને પરમાત્મા, ન૨ને નારાયણ અને જીવનશિવ બનાવવાને માટે વચ્ચે આવનાશ, આંખોને ચલાયમાન કરાવનારા, મનમાં ગંદા ભાવ લાવનારા, પૂર્વભવના કરેલા કર્મો જબ્બરદસ્ત શક્તિ શમ્પા છે. તેથી તે અનુષ્ઠાનો કેવળ વ્યવહા૨ પૂરતાં જ રહેવા પામે છે. જયારે પડાવયકમાં સૌથી પ્રથમ સામાયિક દ્વારા પાપોને, પાપ ભાવનાઓને, પાપચેષ્ટાઓને, મનથી, વચનથી અને કાયા દ્વારા રોકી લેવામાં આવે છે અને પ્રતિક્રમણ, આલોચના, પ્રાયશ્ચિત્ત દ્વારા, જૂના પાપોને