________________
૧૧૦
કરી આનંદ વિભોર બને છે.
તેવી રીતે ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થો પણ જયારે પોતાનું સંપૂર્ણ જીવન આરંભ સમારંભના કાદવમાં ગળેડુબ થયેલું છે. જેમકે પોતાના વ્યાપાર માટે ગમે તેવા કાવા દાવા કરે છે. અનાજના વ્યાપારીઓ લાખો-કરોડો ધાનેરા ઈયલો આદ જીવોને મોતના ઘાટ ઉતારે છે. ભેલસેલમાં નીતિ ન્યાયના ધોરણોને ફગાવી દે છે. કામ ક્રીડામાં મસ્ત બનીને ગમે તેવા શૃંગાશે અને કામસેવા માટે ગમે તેવા અભક્ષ્ય અનન્ત કાય તથા કોડલીવ૨ ઓઈલ જેવા પ્રાણીઓ પદાર્થો અને છેવટે બે બે વર્ષે એકાદ છોકરાને જન્મ દેતાં પાપનો વિચાર થતો નથી. ગંદી હલકટ અને ટૅડ –ભગીને પણ શરમાવે તેવી ભાષાઓ બોલે છે. વ્યાજ વટામાં હડહડતું જૂઠ બોલે છે આદમાં પાપની ભાવનાનો ખ્યાલ પણ રહેતો નથી, તો પછી પ૨માત્માની પૂજામાં પવિત્ર ભાવે, ત્યાગ ભાવે અને આપણામાં પણ અરિહંતપદનું બીજારોપણ થાય તેવી શ્રદ્ધાથી આવેલા પદાર્થોમાંથી સાવ થોડા પદાર્થો થી
૨હંત પ૨માત્માનું પૂજન ક૨વામાં વાધો કયાં આવે એમ છે ? માટે તેવા ઉત્તમોત્તમ અનુષ્ઠાનોમાં પાપની કલ્પના કરવી અને અગણિત પાપોમાં ૨હ્યા પચ્ચા, ભોલા ભાલા શ્રદ્ધાળુ ગૃહસ્થોને પૂજા-પાઠથી દૂર કરવામાં કદાચ જ્ઞાનનું અજીર્ણજ કામ કરતું હશે ?