________________
११८
શરીરોમાં પણ આત્મા એકજ છે.
જવાબમમાં જાણવાનું કે, આકાશમાં સૌ કોઇને ચન્દ્ર એકજ દેખાય છે. અને સૌ કોઇ અનુભવી શકે છે. તો તેના પ્રતિબિંબો પણ એક સમાન જ દેખાય છે, તેવી રીતે આત્મા એકજ હોય તો સૌ કોઈના શરીરો, તિઓ, રૂપરંગો અને સ્વભાવો પણ એક સમાન દેખાવા જોઈએ. પણ તેવું કોઇને પણ અનુભવ નથી એક માનવ શ્રીમંત છે અને પોતાના રંગ મહેલમાં મોજ મજા કરે છે. તો તે જ સમયે બીજા માણસોને સુખ મળવું જોઈએ ને ? પણ આવું કોઇએ દેખ્યું નથી, દેખશે પણ નહીં માટે અનન્તાનન્ત શરીરોમાં રહેલા આત્માઓ પણ અનન્તાનન્ત છે. અને સ્વયંકૃત પાપ પુણ્યોના ફળોને ભોગવી રહ્યા છે. આ વાતને સિદ્ધ ક૨વા માટે જ સૂત્રમાં હયસ્કદિ શબ્દો મૂક્યા છે. (ચૂ. ૪૭)
આવી રીતે ચિત્ત દ્રવ્ય સ્કન્ધ પણ અનેક પ્રકારે છે. જેમ કે: દ્વર્યાધક ગુણ વધારે એક ૫૨માણુ રૂક્ષ છે, અને બીજો પ૨માણુ સ્નિગ્ધ હોય ત્યારે એકમાં બીજો જોડાય છે અને પ્રિદેશિક કન્ધ બને છે. આ રીતે ત્રિપ્રદેશિક યાવત્ હજા૨ લાખ, કરોડ, સંખ્યાત અસંખ્યાત અને અનન્ત ૫૨માણું ભેગા થઈ બનેલા સ્કન્ધો પણ અનન્ત છે, તે બધાય ચિત્ત છે. એટલે જડ છે. (૨૪૮)
મિશ્ર દ્રવ્ય શ્કન્ધ પણ અનેક પ્રકારે છે. જેમ કે સેનાનો ગ્રમ ૨સ્કન્ધ, મધ્ય સ્કન્ધ અને છેવટનો સ્કન્ધ