________________
૧૨૫
ઉઠવા, બેસવા, બોલવા અને ગમે તેમ સુવાની ખોટી એટલે હિંસક આદતોના દ્વાર બંધ થશે, ધીમે ધીમે બંધ થશે, અને તેમ થતા ભારવાહકના માથા પરથી ભાર ઓછો થતા તે જેમ હળવો બને છે, તેમ પાપોના દ્વા૨ બંધ ક૨વા માત્રથી તેનો આત્મા હળવો બનતાજ પ૨માત્મા તેને યાદ આવશે અને એક એક તીર્થંકર પ૨માત્માનું નામ લઈ લોગસ્સે સૂત્ર દ્વારા પરમાત્માઓને દ્રવ્ય તથા ભાવ વંદન કરવાનો ઉત્તમોત્તમ લાભ તે સાધકના ભાગ્યમાં રહેશે અને તેમ થતાં જ ગુરુદેવોની સ્મૃતિ થશે અને દ્વાદશાવર્ત દ્વારા ગુરુ ચરણોમાં માથું મૂકીને ગુરુઓના અનહદ ઉપકાર ને નતમસ્તકે સ્વીકાર કરશે. આ રીતે આત્મિક દષ્ટિએ પૂર્ણ તૈયાર થયેલો સાધક પ્રતિક્રમણ સૂત્રથી થયેલા પાપોની આલોચના કરશે. કાયાની માયાને ઓછી કરવા માટે કાયોત્સર્ગ અને ફરીથી પાપ ભાવના ન થાય તે માટે પ્રત્યાખ્યાન કરી પોતાના આત્માને અધ્યાત્મનો ચોલમજી ઠીયો રંગ ચઢાવી દેશે આ કારણે જ છએ છ આવશ્યક એક બીજાના પૂરક બનવા પામે છે. .
ગણ, કાય,નિકાય, સ્કન્દ, વર્ગ, રાશિ, કુંજ, પિંડ, નિકર, સાંધાત, આકુલ, સમૂહ આદિ ભાવસ્કન્ધના પર્યાયવાચી શબ્દો છે. (સૂ. પ૭) પડાવશ્યકળો અર્થાધિકાર એટલે શું ?
ગમે તે દેશમાં બોલાતી ભાષા (શબ્દપ્રયોગ) નિરર્થક