________________
૧૧૮
માટે સ્કન્ધ જડ હોવા છતાં હય સ્કન્ધાદ કહેવાય છે. જીવના અ સંખ્યાત પ્રદેશો જૈન શાશને માન્ય રાખ્યા છે. તેથી તે પ્રદેશોના પ્રચયરૂપે પણ જીવમાં સ્કન્ધપણુ ઘટિત થાય છે.
આ સૂત્રમાં ઉદારણ રૂપે એકજ હયસ્કન્ધ મૂકવાથી પણ સૂત્રનું તાત્પર્ય સમજી શકાય તેમ છે. તો પછી હાથી, ઘોડો, બળદ અને કિન્નર આદિ આટલા બધા શબે શા માટે મૂક્યા ? જવાબમાં જાણવાનું કે: જયાં ચેતનતા દેખાય તે બધાય જીવો છે. અને પઢો શત્તાં સૂત્રાનુંસારે તે બધાય જીવો સર્વથા પૃથક છે, તેમના કર્મો, કર્મોના ફળો, ગતિઓ, આગતિઓ પણ જૂદા જૂદા છે. માટે સૂક્ષ્મ નિગોદના જીવોથી ઈન્દ્ર મહારાજ સુધીના અનન્તાનન્ત શરીરશે, તેના આકાશે, તેના રૂપરંગો, તેની ચેષ્ટાઓ, સ્વભાવો, ખોરાક, રહેણી કરણી, પણ જૂદા જૂદા છે. તે સ્પષ્ટ પ્રત્યક્ષ સગી આંખે, એક ૨બારી જેવા અનપઢ માનવને પણ દેખાય છે. તે શરીર ચાલતા હતા. નાના મોટા દેખાય છે. તો તેમાં એક એક જીવ અવતરિત થયેલો જ છે. આટલી બધી વાતો પ્રત્યક્ષ દેખાઈ રહી છે. અનુભવાઈ રહી છે. ત્યારે આખા સંસારમાં એકજ આત્મા છે. આવા પ્રકારની આત્મા દ્વૈતવાદીઓની માન્યતા શી રીતે સત્ય હોઈ શકશે ? તેઓ કહે છે કે, આકાશમાં ચન્દ્રમાં એકજ છે, પણ જૂદા જૂદા પાણીના ભરેલા વાસણોમાં ચંદ્ર જેમ જૂદો દેખાય છે. તે રીતે જૂઘ જૂઘ