________________
પર
પવિત્રતા રાખવી અત્યન્ત જરૂરી છે, છતા દરેક જીવાત્માઓના કર્મો એક સમાન હોતા જ નથી. ભગવતી સૂત્રમાં ફ૨માવ્યું છે કે, હે ગૌતમ... ઝાડ એકજ હોય તો પણ તેનાં પાંદડા એક સમાન હોતા નથી, શા માટે નથી હોતા? તો કારણમાં જાણવાનું કે “પુલસત્તા...' પ્રત્યેક પાંદડામાં જીવ જૂદ છે અને તેમના કરેલા કર્મો પણ સર્વથા જૂઘ છે. તેવી રીતે માનવોમાં પણ સમજવાનું છે. કોઈને જ્ઞાનાવરણીય કર્મોનો ભારો વધારે હોવાથી શ્રદ્ધા હોવા છતાં પણ અધગાથા પણ તે શા માટે અને કેવી રીતે કરશે ? મોહનીય કર્મનો ભારી આત્મા પ્રતિક્રમણમાં કે એક નવકારના કાઉસગ્નમાં નિશ્ચલ શી રીતે રહેશે. અને વાતો કર્યા વિના કે ગપ્પામાર્યા વિના પણ શી રીતે ૨હેશે ? દર્શના વરણીયકર્મના ઉદયે ક્રિયામાં ઉધ્યાવના પણ રહેશે નહીં. આ કારણે તેવા અને તેના જેવા સાધકોને દ્રવ્યપૂજામાં, સંગીતમાં, નૃત્યમાં જે પ્રકારે ૨૨ હોય તેને મિથ્યાત્વી કહેવાય તો સંઘવ્યવસ્થા પણ કમજોર બનશે.
ઘણામાનવો આપણી નજર સામે છે કે શરમના માર્યા ગામના જૈન દેરાસરમાં જવાથી ડરતા હોય છે. પણ તેવા જ ભાગ્યશાળીઓ જયારે પાલીતાણા, શંખેશ્વર આદિતીર્થોમાં મન વચન અને કાયાની શ્રદ્ધા સાથે જયારે ચંદનપૂજા, પુષ્પપૂજા, મંગલદીવો કે આરતી ઉતારતા, જયારે આપણે જોઈએ છીએ ત્યારે ભાવોલ્લાસ પૂર્વક કરાતી ક્રિયાનો નિષેધ