________________
૬૧
હાથે ઘડાયેલા છે, પાટણ ખંભાત છાણી અમદાવાદ આંદ ક્ષેત્રોંમાં બનેલા હોય છે. આ પ્રમાણે અસ્તત્વરૂપે અનન્ત ધર્મો (પર્યાયો) ઘડાંમાં શગી નજરે જોઈ શકાય છે, તેમ છતાં તેનાપિતાએ ઘડો ખરીદકરી લાવવા માટે પુત્રને આદેશ આપ્યો છે, ત્યારે ખરીદનાર પણ કુંભા૨ને નસ્તત્વરૂપે પૂછવાનો હકદાર છે. તે આ પ્રમાણે આ ઘડો ખંભાત આદિ ક્ષેત્રોનો તો નથી, પીલા આંદ રંગનો તો નથી, સુવર્ણદ દ્રવ્યનો તો નથી, ચૈત્રદ મહિનાઓમાં તો ઘડાયેલો નથી. સારાંશ કે તેના પિતાએ પોતાના પુત્રને નીચે પ્રમાણે ની આજ્ઞા આપી હતી કે: અમદાવાદનો, લાલરંગનો, માટીનો, મહાસુદ ૧૫ ના દિવસે તૈયાર થયેલો, અને લાલજી કુંભારે ઘડેલા ઘડાને ખરીદી કરી લાવવાનો છે. ત્યારે ખરીદનાર પુત્ર પણ અસ્તિત્વ અને નાસ્તત્વરૂપે પૂછતાછ કરી. પિતાની આજ્ઞા પ્રમાણે ઘડો ખરીદશે કદાચ કોઈ કહેશે કે, ગઘેડાના શિંગડાની જેમ નાસ્તિત્વ નામનો પદાર્થ છે જ નહીં તો પણ તેમના કહેવા માત્રથી સંસા૨નો ભાષા વ્યવહાર લોપાતો નથી. અથવા દર્શન શાસ્ત્રોના જ્ઞાતાઓના દર્શન તર્કો વડે પણ ભાષા વ્યવહાર ને બદલાવી શકાતો નથી. ૨સ્વયં તે પડતો જયારે નાતની પંગતમાં જમવા માટે જાય છે ત્યારે પીરસનારને પૂછે છે કે આ લાડવા (મોદક) બાજરીના લોટના તો નથી, મકાઈ ના લોટ ના તો નથી, વાહી અને દુર્ગન્ધ મા૨તા તેલમાં તો બનાવેલા નથી, ગંદા અને સ્નાન કર્યાવિના કંદોઈ પાસે તો બનાવ્યા નથી, ઈત્યાદી