________________
૧) અજ્ઞાન એટલે જ્ઞાનનો સર્વથા અભાવ નહીં સમજવાનું કેમ કે નિગોદના જીવોને પણ જ્ઞાનનો અનન્તમાં ભાગ તો ઉદ્ઘાટિત હોય જ છે, માટે કુત્રિ જ્ઞાનમાન એટલે જેમાં સમ્યકત્વ, સમ્યગદર્શન ન હોય તેવા જીવોનું જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. જેમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય ૨હ્યા હોય તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. કેમ કે આનાવડે કોઈ એકાદ પદાર્થનો પણ શમ્યમ્ બોધ થઈ શકે તેમ નથી “લોક છે કે નહીં ?' શાશ્વત છે કે આશાશ્વત ? તે સાદ છે કે અનાદિ ? ઈત્યાદી તત્વોનો નિર્ણય લૌકિક ગ્રન્થકાર પોતેજ કરી શકતો નથી. ત્યારે તેવા ગ્રન્થો બીજાઓને સંશય વિનાના શી રીતે બનાવશે ? “રશંસા૨ શી રીતે બન્યો?" તેમાં પણ પૌરાણિકો એક મતે નિર્ણય કરી શક્યા નથી. આત્મા કેવો છે ? કયાં રહે છે ? સંસારમાં પરિભ્રમણ શા માટે કરે છે ? ભોગવાતાં કર્મોનો કર્તા આત્મા છે. કે નહીં ? ઈશ્વર આપણા સૌને માટે પૂજ્ય છે કે કુંભારની જેમ સંસારનો ૨ચયતા ? ઈત્યાદી અગણિત પ્રશ્નો તેમના શાસ્ત્રોમાં અણ ઉકેલ્યાજ પડી રહ્યા છે. અને તે ગ્રન્થોના ટીકાકાશે પણ જૂદી જૂદી મતકલ્પના થી જૂદી જૂધ દિશાઓમાં ભ્રમજ્ઞાન વધારતાં જ ગયા છે. માટે જ તે ગ્રન્થકાર સ્વયં સંશય શીલ હોય તો તેમના ગ્રન્થો બીજાઓને