________________
૮૩
ભાવાવશ્યકનો માલિક બને છે. કેમ કે સૂત્રો અને તેના અર્થોમાં ઉપયુક્ત મુનિમાં આગમનો સદ્ભાવ છે. અને તેનાથી તે સાધક બોલાતા સૂત્રો તથા તેના અર્થોમાં તલ્લીન હોવાથી ભાવવશ્યકમય જાણવો. કેમ કે આવશ્યક અને ઉપયોગના રિણામમાં સર્વથા ઐક્ય ભાવ છે.
સાધક માત્ર કરાયેલા કે કરાતા પાપોમાં પાપની ભાવના કરે, તેને પ્રાર્યાશ્ચત દ્વારા આલોચનાદ્વારા, નિંદા કે ગર્હા દ્વા૨ા અને ફુરીથી તેવા પાપોમાં મારી બુદ્ધિ ન થાય તેવી રીતની આત્મજાગૃત જ ભાવાવશ્યક છે. માટે જ તેના અનુષ્ઠાનોમાં પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં અપ્રમાદ અવસ્થાનો પ્રવેશ થતાં જ પાપોને નિર્મૂલ થતાં વા૨ લાગતી નથી.
નો આગમથી ભાવભાશ્યક એટલે ?
‘સેજિ તે નોઆમતો ભાવાવસ્યયં? (સૂત્ર ૨૪)
અર્થ:- લૌકિક, કુપ્રાવર્ચીનક અને લોકોત્ત૨રૂપે નોઆગમથી ભાવાવશ્યક ત્રણ પ્રકારે છે.
લૌકિક ભાવાવશ્યક એટલે ?
લોકમાં થયેલું તે લૌકિક-પુરુષો દિવસના પૂર્વ