________________
-
૬૪
જ માને છે અને પ્રબોધે છે કે જે કંઈ છે તે સામાન્ય જ છે. આ પ્રમાણે સંગ્રહ નય કેવળ એક અનુપયુકત દ્રવ્યાવચકને માને છે.
ઋજુસૂત્રના મતે ભૂતકાળ ચાલ્યો ગયો છે અને ભાવી કાળ દૂર છે માટે કેવળ વર્તમાનની અપેક્ષા એ એક જ અનુપયુકત દ્રવ્યાવશ્યક છે. શેષ ત્રણ નય શબ્દ પ્રધાન હોવાથી ત્યા અર્થ ગૌણ હોય છે, માટે તેઓ કહે છે કે જે સાધક આવશ્યક સૂત્રોનો જ્ઞાતા હોય તે ઉપયોગ વિનાનો સંભવી શકે નહી. કેમ કે જયા જ્ઞાન છે તે ઉપયોગ વિના હોઈ શકે નહીં. માટે શબ્દ, શમભરૂઠ અને એવંભૂત નય ના મતે દ્રવ્યાવશ્યક છે જ નહીં.
યદાપિ આ સાતેયોની માન્યતા જૂદી જૂદી છે. તથાપિ તેઓ સ્થ:સ્વાદ નામના મહારાજની આજ્ઞામાં હોવાથી. પોત પોતાની વાતને જાહે૨ ક૨શે પણ કયાંય બીજા નયોનો અપલાપ ક૨વામાં તેઓ માનતા નથી ઘટનિત્યજ છે આમ જ લગાડીને બોલવાથી તો તમે ક્યારેય ચૌર્યાસના ચકકરમાંથી બાહર આવવાના જ નથી, કેમ કે જો ઘડો નિત્ય જ હોય તો તે ફૂટે શા માટે ? અને ફૂટયા પછી તે ઠીકરાઓને કોઈ પણ ઘડો કહેતા નથી માટે હે પંડિતો ! તમે તમારી ભાષામાંથી "જ" શબ્દ લગાડીને બોલવાની અત્યઆદતને છોડી ઘડો નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. જીવ શાસ્વત પણ છે અને અશાશ્વત પણ છે,