________________
૪૯
વ્યવહાર અનાદિકાલથી કોઈની પણ રોક ટોકવિના અબાધ રૂપે ચાલે છે. ભૂતકાળમાં રાજાને ત્યાં મંત્રીપદ કે સરસેનાપતિ પદને ભોગવતો. અને આજે તે પદથી નિવૃત્ત થયા છે. તો પણ સંસા૨નો વ્યવહાર તેમને મંત્રીજી કે પરસેનાપતિ રૂપે માને છે. અને સંબોધે છે, રાજાને ત્યાં જન્મેલો રાજકુમા૨ હજી નાનો બાલક છે અને ભવિષ્યમાં રાજા થવાની યોગ્યતા ધરાવે છે. તો પણ સંસા૨નો વ્યવહાર તેમને રાજારૂપે જ માન આપે છે. તીર્થંકર પરમાત્માનો જીવાત્મા અત્યારે માતાના ખોળામાં ૨મતો હોય છે તો પણ ભાવી કાળે તીર્થંકર થવાનો હોવાથી. સંસા૨નો પ્રત્યેક માનવ તેમને ભગવાન રૂપેજ જુએ છે અને બહુમાન કરે છે. તેવી રીતે અત્યારના ભાવતીર્થંકર પણ નિર્વાણ પામી સિદ્ધશિલામાં બિરાજમાન થાય છે. તો પણ તેમને અરિહંત તીર્થંકર પરમાત્મા જ કહેવાય છે, માટે આજે પણ તેમના અનુયાયઓ તેમની મૂર્તિરૂપે સ્થાપના કરીને પણ દ્રવ્ય અને ભાવ પૂજા કરી આત્માનો અનહદ આનદ મેળવે છે.
ભવિષ્યકાળમાં બીજા રૂપે થવાની યોગ્યતા તે દ્રવ્યમાં હોવી જરૂરી છે. જેમકે જે ક્રિયા વડે કુંભાર પોતાની માનસિક કલ્પનાના આધારે માટીના પિંડમાંથી ઘટ (ઘડો) બનાવી શકશે, તેમાં માંટી દ્રવ્ય જ ઘટ બનવાની લાયકાત ધરાવે છે, જેમાં પાણી ભર્યા પછી ઠંડુ અને સ્વાદુ ૨હેવા પામે તેવી યોગ્યતા માટી રિવાય બીજા એકેય દ્રવ્યમાં નથી.