________________
-
૪૫
પૂરેપૂરી શેકાયેલો હોવાથી છકાય ના ફૂટામાં ડુબેલો છે. પોતાના ઘર વપરાશ માટે પાણી, અને, વનસ્પતિ, દીપ ધૂપ પુષ્પ, પુષ્પમાળા આદિનો ઉપયોગ કરનારો જ છે, અને ગમે તેટલી સ્વર્ગ, નરકની વાતો સમજાવવા છતાં તે સંસા૨ના માયા પ્રપંચમાંથી બહાર આવે તેમ નથી, તો પછી ઘરમાં વપરાતા દ્રવ્યોમાંથી તીર્થકરોની દ્રવ્ય પૂજા ક૨ના૨ ગૃહસ્થને માટે કોઈપણ ૪૫ કે ૩૨ આગમોમાં પણ નિષેધ શા માટે હોઈ શકે ? મતલબ કે જૈનાગમોમાં પૂજા પાઠનો નિષેધ હોઈ શકે જ નહીં. તદુપરાંત તીર્થકરો જ ગૃહસ્થધર્મ અને સાધુધર્મરૂપે ધર્મના બે પ્રકા૨ ફ૨માવે જ છે, ત્યારે જૈનધર્મના અનુયાયી ગૃહસ્થોને છકાય ના કુટામાં જ રહેવા દેવા કરતાં જેવી રીતે તેનું મન રાજી ૨હે તે પ્રમાણે સારા કાર્યો કરવા દેવામાં મુનસંસ્થાને કંઈ હાનિ થઈ જવાની હતી ? | સામાયિક પ્રતિક્રમણ તો બહુજ ઉચી કક્ષાની વાત છે. તે સૌ કોઈને ભાગ્યમાં નથી હોતી, અને સામાયિક તો ૪૮, મિનિટ જ છે પછીના૨૩ કલાકને ૧૨ મિનિટ સંસા૨ના કાળાઘોળા વ્યાપ૨માં જીન્દગી પૂરી કરવાની છે. તો પછી તેમને મૂર્તિપૂજા થી રોકવાનો કોઈ અર્થ નથી.
આજે પણ જૈન સમાજનું કોઈ પણ શહેર કે ગામ નાના, મોય જૈન દેરાસર વિનાનો નથી અને તે દેરાશશે આપણા પૂર્વજોએ બંધાવ્યા છે.