________________
૪
મૂર્તિને સાક્ષાત્ પરમાત્મા સમજી દીપ, ધૂપ આદિ ઉત્તમોત્તમ દ્રવ્યોથી ત્રિકાળપૂજા કરતી હતી, જે આગમગમ્ય છે. છેવટે તીર્થંકર પ૨માત્માના ફોટા અથવા આર્ટીસ્ટો પાસેથી નાવેલા ફોટાઓ ને આજે પણ ઘણા મુનિરાજો અને સાધ્વીજી મ. પોતાના પુસ્તકોમાં રાખે જ છે અને નિયત સમયે દર્શન કરે છે. - ઈત્યાદી કારણોને લઈ તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં પણ તેમની મૂર્તિઓ, આપણા જેવા ઠંડાઅવસર્પિણી છદ્મસ્થોને માટે શત-પ્રતિશત આલંબન રૂપે બનીને, વિકારોને, મલિન ભાવોને સાફ કરાવી સાત્વિકતા (રામ્યગ્દર્શન) લાવનારી બનવા પામે છે.
બેશક ! પંચમહાવ્રતધારી સાધુઓને કે સાધ્વીજીઓને તે મૂર્તિની દ્રવ્યપૂજા કરવાની હોતી નથી અને આજે પણ મુનિરાંસ્થા દ્રવ્ય પૂજા કરતી પણ નથી તેમના માટે કેવળ ભાવપૂજા, જેમાં તીર્થકોના ગુણોનું વર્ણન, તેમના અતિશયોનું વર્ણન હોય છે. અને છેવટે નમુન્થર્ણ શૂમથી તીર્થંકર પરમાત્માઓને ભાવવન્દન કરીને અભૂતપૂર્વ હદયાદને મેળવે છે. આ પ્રમાણે મુનિસંસ્થા ભાવપૂજા કરે છે.
જયારે ગૃહસ્થમાત્ર ધર્મપત્ની, પુત્ર પરિવાર, વ્યાપાર રોજગાર, લેવડદેવડ, કોર્ટ કચેરીની માયા જાલમાં