________________
૪૩
શમ્યગુભાવે ઉપકારી પરમાત્માની પૂજા કરવા તેનું મન લલચાયાવિના ૨હેવાનું નથી. ભલે તે પરમાત્માઓ અત્યારે શરીરથી વિદ્યમાન નથી, તો પણ શાસ્ત્રોમાં તેમનું શરીર, પ્રમાણ, સંસ્થાન આંદનું વર્ણન વિસ્તારથી આલેખાયેલું છે જ, તે શાસ્ત્રો ને જયારે વાંચીએ સાંભળીએ અને નિદિધ્યાસન કરીએ ત્યારે રોમાંચનો ચમત્કાર સર્જાઈ જવાનો અનુભવ સૌ કોઈને એક સમાન છે, તેવી સ્થિતિમાં તે કોઈની પણ સલાહ માનવા તૈયાર થાય તેમ નથી. અને પ૨માત્માની મૂર્તિ આગળ દીપ ધૂપ મૂકશે. અને અષ્ટ
બે પ૨માત્માની પૂજા કરશે. તેમ કરી આત્માની પ્રસન્નતા, મનની ખુશી, આદિનો અનુભવ કરી જીવનને ધન્ય બનાવશે.
તે સમયે તે સાધક મૂર્તિને પત્થર નથી માનતો પણ તેના રોમે રોમમાં તીર્થંકર પરમાત્માનું સાક્ષાત્ દર્શન થાય છે. જે હૃદયંગમ છે. સત્યસ્વરૂપે છે, તે મૂર્તિ ચાહે આરસપાન પત્થ૨ વિશેષની બનેલી હોય. હીશ, નીલમ, સ્ફટિક કે સુવર્ણની હોય અથવા અન્ય પદાર્થની પણ હોય. સતીત્વ ધર્મધુચ્ય દમયંતી એ માટી દ્રવ્યમાંથી શાન્તનાથ પરમાત્માની મૂર્તિ બનાવીને, વનવાસ દ૨મ્યાન બાર વર્ષ સુધી તેની પુષ્પ, ધૂપ, દીપ આદિથી પૂજા કરીને આત્માનો અભૂતપૂર્વ આનન્દ મેળવ્યો છે. પાંચ પાંડવોની ભાર્યા, શતીધર્મ પરિપૂર્ણ દ્રપદીજી પણ અરહંત પરમાત્માની