________________
૩૭
પણ છે. છતા લોકો સર્પનું ઘર કહે છે. આવા પ્રકારની વ્યવહારની ભાષામાં તર્કકર્કશ બુદ્ધિવાળો મહાપંડિત દર્શનશાસ્ત્રની ભાષા લગાડીને લોકવ્યહા૨ને બગાડવા માંગે તો તેવા પંડિત રાજની મકરી જ થવાની છે. જયારે ભાવદયાના માલિક મહાવીર સ્વામીએ લોકની નાડ ને બરાબર ઓળખી લીધા પછી ઈર્ષા અદેખાઈ રૌષ, શૈતાની કે ગર્વિષ્ઠ ભાષાને છોડી લોકોમાં બોલાતી ભાષાને અસત્યામૃષામાં સમાવિષ્ટ કરી તે માન્ય કરી છે, કીડામકોડા આદિ કરતા શાર્પરાજ ક્રૂર છે બળીઓ છે માટે
બ.
"જબરાઈ કા પેડા ન્યારા મત કોઈ માનો રીષ'T સર્વ દેવતા શીસ પૂજાવે લિંગ પૂજાવે ઈશ ||
આ કારણે જ સર્પ સૌ કોઈની નાભે ચડી ગયો હશે ? યદાપિ તે વૃક્ષ અનન્ત પુગલ પરમાણુંઓથી નિર્મિત છે. તથાપિ એકાદ શાખાને આશ્રય કરી બેઠેલા સર્પનું લક્ષ કરી. આ વૃક્ષ સર્પનું ઘર છે. આ રીતે અજીવને લઈ આવાશક (આવશ્યક) કહેવાય છે. જયાં કુંભાર વડે ઈંટો પકાવાય છે ત્યાં અનમૂષક જીવો અંગૂર્જી છે. માટે નિભાડાને અગ્નમૂષિકોનું આવાસક કહેવાય છે. અજીવોનું પણ, જેમ કે, આ માળો પક્ષીઓનો આવાશ છે, પક્ષી તો બે ચાર જ હોય છે પણ ઘણા તૃણાદ અજીવ પદાર્થથી