________________
ભાવના, લોભ ભાવના, હિંસકભાવના આદિમાં પણ ભાવના શબ્દનો પ્રયોગ થયો છે. પ૨તુ આવી ભાવનાથી ભવનો નાશ થશે ? કે પાંસા૨ને કલેશમય બનાવાશે ? અને આમ થયું તો પડતાઈનો અર્થ શો ?
માટે જ સર્વજ્ઞ, તીર્થંકર, અજર, અમર, અરહંત પરમાત્માઓએ સત્ય-અર્થના ઊંડાણમાં ઉતરી પોતાની ઈષ્ટ સિંઇ માટે નિક્ષેપની પદ્ધતિ સ્વીકારીને જગતના જીવો ઉપ૨ અનહદ ઉપકા૨ જ કર્યો છે.
વિધિની આવશ્યકતા
સંસા૨ના વ્યવહા૨સંચાલન માટે પણ વિધિવિધાનની આવશ્યકતા નકારી શકાતી નથી. દ્રવ્યોપાર્જન, દ્રવ્ય૨ક્ષણ, તથા કામપાશના ઉપરાન્ત, ચૌર્યકર્મ, નાટયકર્મ, નૃત્યકર્મ આદિ માટે વિધવિધાનના સૂત્રો પુસ્તકો, આજે પણ ઉપલબ્ધ છે. તો પછી જેનાથી શમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, આત્મોન્નતિ સાધવાની છે અને તેમ કરી આત્મકલ્યાણની તીવ્રચ્છા છે, તો પછી અધ્યાત્મજ્ઞાન મેળવવા માટે અને તે જ્ઞાનને આત્મસાત્ કરી લેવા માટે વિધિ-વિધાનની આવશ્યકતા શા માટે નહીં ? સારાંશ કે અધ્યાત્મવાદની પ્રાપ્તિ માટે પણ પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક, શાવધાનીપૂર્વક અને જ્ઞાનપૂર્વક ક૨વામાં આવશે તો નૂતન પાપોના દ્વા૨ બંધ થશે અને