________________
૩૧
જૂના પાપો નિર્જરત થવામાં વા૨ ક૨શે નહીં. જ્ઞાનદાતા ગુરૂ હોય અને જેમની પાસેથી જ્ઞાન લેવાનું હોય તેમનો વિનય ક૨વો, બહુમાનપૂર્વક વિનય ક૨વો, આદ૨ ક૨વો, તેમની સામે વિવેકથી બેસવું આદિ વ્યવહાોને વિધિવિધાનો કહેવાય છે. દીક્ષાની વિધિ સમયે જેમ, २१ ખમાસમણ અને ત્રણ કાર્યોત્સર્ગ ક૨વાના હોય છે. તેવી રીતે યોગોહન ક૨તાં કે યોગ ક્રિયા ક૨તાં પણ ગુરૂનો વિનય સાચવવો અને નતમસ્તકે તેમની પાસે શબ્દ, અર્થ અને તદ્દભયની ધા૨ણા ક૨વી જરૂરી છે.
અનુયોગ એટલે જૈનાગમોમાં પ્રવેશ ક૨વા માટેનું દ્વા૨ તેમાં પ્રવેશ કરીને એક જ શબ્દને જૂદી જૂદી પદ્ધતિએ જાણવાનો અને જાણ્યા પછી તેનો સત્યાર્થ મેળવવો તે માટે આ સૂત્રની આવશ્યકતા છે. કેમ કે જૈનાગમો, તથા તેની નિર્યુક્તઓની રચના પતિ જ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂ૫ ચા૨ નિક્ષેપાત્મક છે. આનાથી ટૂંકા સૂત્રોનો યથાર્થ જાણવાની સ૨ળતા રહે છે. જેનાથી શિષ્યના તિજ્ઞાનનો વિકાસ તેમ જ કલ્પના ર્શાતનો પણ વિકાસ સુલભતમ બને છે.
આવશ્યકનો નિક્ષેપ
से किं तं आवस्सयं ? आवस्सयं चउव्विहं पण्णत्तं तं जहा नामावस्सयं, ठवणावस्सयं, द्रव्वावस्सयं भावावस्सयं
(-સૂત્ર ૮)