________________
૨૯
જૈન શાશને ભાષા સંમતિમાં ગણાવી છે. કેમ કે અસત્યા મૃષા ભાષાને બોલવા વાળાના મનમાં કોઈ જાતનો કે કોઈના પ્રત્યે પણ વ્યંગ્ય નથી, પાપ નથી, ઈર્ષ્યા નથી, છળ નથી, કેવળ લોક વ્યવહારમાં જે ભાષાવ્યવહાર થાય છે તે પ્રમાણે જ તે તેવી ભાષા બોલે છે માટે તે ભાષા સર્વથા અહિંસક અને પ્રામાણિક હોવાથી ભાષા ઍમતિની છાપ તેના પર લાગી જાય છે માટે લોક વ્યવહારમાં બોલાતી ભાષા અસત્ય નથી. નિક્ષેપ
શબ્દના માર્મિક ૨હસ્ય સુધી પહોંચવામાં ચંદ નિક્ષેપનો પ્રયોગ કરવાની આવડત ન કેળવી શકયા તો તે જ્ઞાન અજ્ઞાન જ કહેવાશે, કેમ કે જેનાથી ઈષ્ટ સિદ્ધિ ન થાય તેવા ભાષા વ્યવહારથી અર્થોની સંગત ન થતાં ગે૨ સમજ ઉત્પન્ન થશે અને ભદ્રક, ભોળા, અપઠત માનવોને ધર્મના નામે પાપના માર્ગે જતાં વાર ન લાગે, અને તેમ થયું તો ધર્મના ચોપડાઓ પડતોને માટે ભાર રૂપે જ ૨હેવા પામશે. ઉદાહરણ રૂપે વ્યવહારમાં બધાય બોલે છે કે બાવન કવનાશિ ભવ એટલે સંસારનો નાશ ક૨વાવાળી ભાવના છે. હવે તે ભાવના શબ્દને ચારે તરફથી જૂદા જૂદા અભિપ્રાયો દ્વારા સ્પષ્ટ કરવામાં ન આવે તો સૌ કોઈના મનમાં શંકા ઉત્પન્ન થશે અને ભાવનાનો બીજો અર્થ પણ સ્વીકારી લેશે. કેમ કે વિષય ભાવના, માયા