________________
૨૪
નામોચ્ચારણ કરી વન્દના ક૨વાથી અને પછી જે ગુરુદેવે તીર્થંક૨ ૫૨માત્માનું શાસન દેખાડ્યું છે તેમને વન્દન ક૨વાથી આત્મામાં વિશેષ પ્રકા૨ની જાગૃત આવશે. ત્યા૨ પછી પાપોની આલોચના, નિંદા, ગર્હ રૂપ પ્રતિક્રમણથી અને મન, વચન, કાયાની સ્થિરતારૂપ કાયોત્સર્ગની વિશિષ્ટ પ્રક્રિયાથી ર્થા કરાશે. અને પ્રવ્યાખ્યાન દ્વા૨ા ક૨ીથી પાપો ન કરાય તે પ્રમાણે નિર્ણય લેવાશે. આ પ્રમાણે પ્રસ્તુત આવશ્યક સૂત્ર અંગ બાહ્ય, એકશ્રુતસ્કન્ધાત્મક અને છઅધ્યયનાત્મક છે. અનુયોગની વકૃતવ્યતા સાથે નીચે પ્રમાણે થોડો વિચા૨ ક૨વો પડશે તે આ પ્રમાણે.
(૧) નામસ્થાપનાર્નાદ અનુયોગનો નિક્ષેપ કરવો. (૨) અનુયોગના અર્થ ને બતાવનારા પર્યાયો કહેવા જેમકે: અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વર્ગાર્તિક, આ શબ્દો અનુયોગના પર્યાયો હોવાથી સમાનાર્થ છે.
(૩) અનુયોગની નિયુક્તિ કહેવી જેમકે તીર્થંક૨ ૫૨માત્માઓના ઉદિષ્ટસૂત્રને સર્વાંશે લાગુ પડે તેવા અર્થ સાથે સૂત્રનો સંબંધ જોડવો યર્ધાપે સૂત્ર લઘુ હોય છે પણ તેનો અર્થ મોટો હોય છે. છતાં ૫૨માત્માએ નિર્દિષ્ટ તત્વોની પદાર્થોની કે દ્રવ્યોની સર્કાચત અને સત્ય અર્થ સાથે ઘટના કરવી તેને નિકિત કહે છે.