________________
૨૨
અને છેલ્લી પૌ૨વીએ જેનું અધ્યયન થાય તે ઉત્તરાધ્યયનાદ કાલિકશ્રુત અને કેવળ કાળવેળાનો ત્યાગ કરીને ગમે ત્યારે જેનું અધ્યયન કરાય તે આવશ્યક ઉત્કાલિક સૂત્ર કહેવાય છે. આ બધાય સૂત્રોના નામ પકૃખી સૂત્રમાં તથા નંદીસૂત્ર માં આવે છે.
આ પ્રસ્તુત સૂત્રમાં ઉત્કાલિકનો અનુયોગ કરાયો છે. જેમાં આવશ્યક સૂત્રનો પણ સમાવેશ હોવાથી તેનો અનુયોગ કરવો મુખ્ય ઉદેશ છે.
આવશ્યક એટલે શું ? અનન્તભવોની આરાધનાને, તથા અનુષ્ઠાનોને બગાડી મારવાની તાકાત ધરાવનારા અનન્તાનુબંધી કષાયોને દબાવી દેનાર કે નાશ કરનાર ભાગ્યશાળી ક્ષાપોપશમક કે ક્ષાયક રાખ્યત્વના પ્રકાશમાં આવી જાય છે. ત્યારે કરેલા કરાવેલા કે અનુમોદેલા પાપો તેમને પાપરૂપે ખટકે છે,
ત્યારે પાપોથી મલિન બનેલા આત્માની શુદ્ધિ માટે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાને બંને ટાઈમ પ્રતિક્રમણ કરવાનું ફરજીયાત બને છે. તે કારણે અવશ્ય કરવાનું હોવાથી તેને આવશ્યક કહે છે.
(૨) આત્માને ચારે તરફથી વય એટલે સ્થિર કરાવે તે આવશ્યક છે. સારાંશ કે:- અનાદી કાળથી આત્મા, પુદ્ગલોનો રાહવાસી ૨હ્યો હોવાથી પોતાના શમતાદિ ગુણો તરફ બેદ૨કા૨ ૨હ્યો છે, માટે દુર્ગણોથી