________________
૧૬
અન્તરાય કર્મ અને મોહનીયકર્મ નામે ચા૨ ધાતી કમેતા મૂળીયા સર્વથા બાળી નાખ્યા પછી જ આ જ્ઞાન પ્રાપ્ત થાય
ત્યારે કેવળજ્ઞાની (સર્વજ્ઞ) કહેવાય છે તેમાં પણ કેવલજ્ઞાન સાથે તીર્થંકર નામકર્મનો વિશિષ્ટ પુણ્યોદય જે સર્વોત્તમ આત્માઓને શરૂ થાય છે તેઓ અરહંત, દેવલદેવ પ૨માત્મા આદેનામોથી પ્રસિદ્ધ થાય છે. જયાં શુદો આત્મામાં બીજાઓને શાપ કે આશીર્વાદ દેવાના પરિણાય હોય, નાટક, ખેલ કૂદ, તમાશા ક૨વાથી ઈચ્છા હોય, સ્ત્રીઓના ભોગવિલાસોમાં અને પોતાના પુત્રો પ્રત્યેની માયા હોય, ત્રિશૂલ, ગદા, બાણ કટાર કમંડલું, જપમાળા આદિ રાખવાના હોય, રૂદ્ધમાળાકે મુંડમાળા પહેરવાની ધગશ હોય સંસા૨નું સર્જન ૨ક્ષણ અને મા૨ણ ક૨વા માટે જૂદા જૂદા અવતારો લેવાનું ભાગ્યમાં લખાયું હોય. ત્યાં સુધી કોઈ પણ જીવાત્મા કેવળજ્ઞાન મેળવાવાનો અધિકારી બનતો નથી. કુહાડા થી ઝાડની ડાળો કાપવાવાળા કરતા ઝાડને મૂળમાંથી ઉખેડનારા ને વધારે તાકાત પરસેવો અને શ્રમ કરવો પડે છે, તેવી રીતે આત્મામાં પણ ક્ષપકશ્રેણીના પ૨મવિશુદ્ધિ અધ્યવસાયોની અભૂતપૂર્વ શંકત પ્રાપ્ત થાય ત્યારે તે ભાગ્યશાળી અનાદિ કાળથી આત્માના પ્રદેશો માં પોતાની મજબુત સ્થિતિને સ્થાપિત ક૨ના૨ા મોહરૂપ કર્મરાજાના મૂળીયા બાળી નાખે છે. એટલે કે સર્વથા તેના મૂળીયા ને મૂળ માંથી ઉખેડી નાખે છે. જયારે બીજા પાસે શસ્ત્ર નથી બાવઠામાં બળ નથી તેવો માનવ ઝાડને મૂળમાંથી ઉખેડી