________________
२०
શારદા દર્શન
છે ને આ સ્ત્રીઓ આમ શા માટે કહેતી હશે? પાણી ભરીને ઘેર આવી. એના પતિને પૂછે છે પિતાજીને લેકે ઠગ શેઠ શા માટે કહે છે? એને પતિ કહે છે તારે એ બાબતમાં પડવાની જરૂર નથી. ખૂબ પૂછયું પણ જવાબ ન આપ્યો ત્યારે ગુણવંતીએ
જ પૂછવાનું ચાલુ રાખ્યું. ત્યારે એને પતિ કહે છે તે કયાંથી જાણ્યું? ગુણવંતી કહે છે એક દિવસ કૂવે પાણી ભરવા ગઈ. ત્યાં બધી સ્ત્રીઓ બેલવા લાગી કે આ ઠગ શેઠના દીકરાની વહુ છે. આ સાંભળી મને બહુ દુઃખ થયું ત્યારે શાંતિલાલે કહ્યું સાચી વાત છે. મારા પિતાજી લોકોને ઠગે છે એટલે તેમને લેકે ઠગ શેઠ કહે છે ને હું પણ અડધે ઠગ છુ.
ગુણવંતી કહે છે સ્વામીનાથ ! આવી અનીતિ કરીને પૈસા ભેગા કરશો તે મરીને કયાં જાશો? “પાપના પોટલા બાંધીને જાણે ક્યાં તમે?" આ પાપ કર્મ ભેગવવા મરીને નરક કે તિર્યંચ ગતિમાં જવું પડશે. નરકમાં પરમાધામી માર મારશે. તિર્યંચમાં જશે તે ગાડાના બેલ બની બેજા ખેંચવા પડશે. આરડીના માર ખાવા પડશે. મને તે તમારી દયા આવે છે. પત્નીની વાત એના પતિના ગળે ઉતરી. એણે કહ્યું, હું તે બધું છોડી દઉં પણ પિતાજીને સમજાવવા મુશ્કેલ છે. એણે કહ્યું કે તમે પિતાજીના કાને વાત તે નાંખજે. શાંતિલાલે એના પિતાજીને વાત કરી કે ગુણવંતી આ પ્રમાણે કહે છે. પણ પિતાને આ વાત ન ગમી. પુત્ર કહે છે કે બાપાજી! વાત તે સાચી છે ને!
ગુણવંતીએ વિચાર કર્યો કે પિતાજી માનતા નથી. ગમે તેમ થાય. હું તેમને સાચી વાત સમજાવું. એક દિવસ બે હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું- પિતાજી! આપ અનીતિ કરી, ગરીબને છેતરી ધન ભેગું કરે છે પણ આ ધન ટકશે નહિ, ગમે તે રીતે ચાલ્યું જશે. વળી આવા ધંધા કરવાથી કેમાં આપણી નિંદા થાય છે. અવિશ્વાસ થાય છે. ત્યારે સસરાજી હસીને કહે છે બેટા! નીતિ ઉપર ચાલશું તે આવા બંગલા નહિ રહે. મૂલ્યવાન કપડા પહેરવા નહિ મળે ને મેવા મીઠાઈ ખાવા નહિ મળે. ગુણવંતી કહે છે પિતાજી! ભલે બંગલે છડી ઝૂંપડીમાં રહેવું પડે, ફાટેલા કપડા પહેરવા પડે અને
ખે રોટલે ખા પડે તે તેમાં મને આનંદ છે પણ આ સુખ ભોગવવામાં આનંદ નથી. પિતાજી! વિચાર કરે. મેં તે નાનપણમાં એક બનાવ જે છે.
એક તે મારા પિતાજીના મને એવા સંસ્કાર મળેલા છે કે કદી અન્યાય કરે નહિ. જુઠું બોલવું નહિ, ચેરી કરવી નહિ, કઈને કટુવેણ કહી લાગણી દુભાવવી નહિ. મારા પિવરની બાજુમાં એક ડ્રાયવર રહેતું હતું. એક વખત તે ખટારો લઈને કયાંક જતો હતો. રસ્તામાં પેટ્રોલ વિના એક ગાડી તેણે અટકી ગયેલી જોઈ. તે ગાડીમાં સ્ત્રીઓ અને બાળક હતા. એણે ખટારો ઉભું રાખ્યું. પેલા લેકે એ પેટ્રોલની માંગણી કરી. આ સમયે તે ડ્રાયવરે સામાની ગરજ જોઈને એક ગેલન પેટ્રોલના ૨૫ રૂ. લઈ લીધા.