________________
૧૮
શારદા દર્શન નાઈલોનની સાડી પહેરીને આનંદ માને છે કે તમે ટેરેલીનના પિન્ટ અને બુશર્ટ પહેરી ટાઈ ભરાવીને માને છે કે હું કે સુંદર દેખાઉં છું. પણ મારા બંધુઓ ને બહેને, જરા વિચાર કરજે. એવા કિંમતી કપડા પહેરીને મોટરગાડીમાં ફરવામાં ખાન-પાન કે માન પાનમાં અને વિષય સુખની મસ્તીમાં સાચે આનંદ કે જીવનની સાર્થક્તા નથી. સાચે આનંદ, સુખ, જીવનની સાર્થકતા તે પંચપરમેષ્ટી પ્રભુની ભકિતથી થાય છે.
એક વખત સિદ્ધ ભગવંતના સુખો જેણે જાણ્યા છે તેને આ સંસારના તુચ્છ સુખે ભેગાવવામાં મઝા આવે ? સાત માળના બંગલામાં જે મહાલ્ય હોય તેને ભાગ્યા તૂટયા ઝુંપડામાં રહેવું ગમે ? મેવા, મીઠાઈ અને મલાઈ જમ્યા પછી લુખા ભજન ભાવે ખરા ? કહીનુર હીરાને હાર જેને મળતું હોય તે ચઠીના હારમાં મેહ પામે ખરો? માનસરોવરમાં વસનારા ને સાચા મેતીના ચણ ચણનારા હંસલાને ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં રહેવું ગમે ? “ના” તેમ આત્મસુખના પિપાસુ જીવડાને ક્ષણિક સુખમાં આનંદ આવે ? બેલે. (શ્રેતામાંથી અવાજ-ના આવે) તેની મીટ તે શાશ્વત સુખ તરફ હેય, એ સુખ કયાંથી મળે, કેમ મળે તેની બેજ કરતા હોય પણ સિદ્ધ ભગવંતનું સુખ મેળવવું સહેલું નથી. તેને માટે ભગીરથ પુરૂષાર્થ કરવો જોઈએ. હિમાલયના એવરેસ્ટ પર ચાલીને જવું હોય તે કેટલી મહેનત પડે છે? હિમાલય ઉપર ચઢવું હેલ નથી તેમ સિદ્ધગતિમાં જવું હોય તે બેઠા બેઠા જવાય ! હિમાલય ઉપર ચઢવા કરતાં પણ અનંતગણુ મહેનત કરવી પડશે. સંસારના મેહના બંધન તેડી સર્વ વિરતિ બનવું પડશે. કદાચ સર્વવિરતિ ન બની શકે તે દેશવિરતિમાં આવીને આરાધના કરવી પડશે. તે સિવાય કલ્યાણ નહિ થાય. કહ્યું છે ને કે
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. આત્મકલ્યાણ કરવા માટે સર્વપ્રથમ જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય જોઈએ. ત્યાગ અને વૈરાગ્ય વિના આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જીવનમાં જે પ્રધાનતા હોય તે ત્યાગ અને વૈરાગ્યની છે. ભેગની નથી. ઘરમાં અનાજના કોઠારો ભરેલા હોય પણ આંગણે ભૂખે માણસ આવીને ટળવળતો હોય, બટકુ રોટી કે મૂઠી અનાજ માટે કાલાવાલા કરતા હોય છતાં મૂઠી અનાજ કે બટકુ રોટી ન આપે તે તેની કંઈ કિંમત ખરી? કરોડ રૂપિયા તિજોરીમાં ભર્યા છે પણ સત્કાર્યમાં સ્વધમી કે ગરીબની સહાયમાં પૈસા વપરાતા ન હોય તે તે પૈસાની કિમંત ખરી? એ પૈસા નહિ પણ કાંકરા છે. એની વિશેષતા નથી. લક્ષ્મી મળી જીવનમાં પણ દાન ના અપાશે, ગરીબનું શું થાશે? (૨) સાધમીઓ રડે છે ભૂખ દુઃખના સંતાપે, મેવા મિષ્ટાન્ન ઉડાવે, કુકડો એક હૈયે ભરી છે આશા, નિરાશા જે કરાશે ગરીબનું
ના આપે