________________
શારદા દર્શન પાંડુ રાજાએ તેને આસન ઉપર બેસાડો અને પૂછયું આપનું શા કારણે અત્રે આવવાનું બન્યું છે? ત્યારે તે હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું
હે રાજન રાજા કુપદ કે, ધૃષ્ટદ્યુમ્નકુમાર,
કન્યા દ્રપદી એક મહર, ઈન્દ્રાની અનુસાર હેસ્વયવર હે મહારાજા! કુપદરાજાને ધૃષ્ટધુમ્બ નામે એક પુત્ર છે અને તેમને પ્રાણથી પણ અધિક પ્રિય દ્રૌપદી નામે એક પુત્રી છે. તેને મહારાજા જેમતેમ અને ગમે તે જગ્યાએ આપવાની ઈચ્છા કરતા નથી. એટલે તેમણે માટે સ્વંયવર રચે છે. તેમાં જે વીરપુરૂષ રાધાવેદ કરશે તેને મારી પુત્રી પરણાવીશ એવી જાહેરાત કરાવી છે. તેમાં કૃષ્ણ છે, બલભદ્ર, દશદશાહ, કર્ણ, રૂકમી, શિશુપાલ, દુર્યોધન આદિ બળવાન ઘણુ રાજાઓ અને કંઈક રાજકુમારોને આમંત્રણ આપ્યા છે. અને મને આપને ત્યાં સ્વયંવરમાં પધારવાનું આમંત્રણ આપવા માટે મોકલ્યા છે. સમસ્ત વિશ્વને આનંદ આપનાર ધનુર્વેદ વિશારદ આપના પુત્ર છે તે અદ્વિતીય ધનુર્ધારી આપના પુત્રને સાથે લઈને આપ સ્વંયવરની શોભામાં અભિવૃદ્ધિ કરવા આપ જરૂરથી કપિલ્યપુર પધારશો. લગ્નને દિવસ તે પિષસુદી ત્રીજને છે. ઘણાં રાજાએ આવી ગયા છે ને ઘણું બાકી છે. તો આપ જરૂરથી વહેલા પધારશો. આ પ્રમાણે તે સમાચાર આપ્યા. હવે શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં-૩ અષાડ વદ અને મંગળવાર
તા-૫-૭-૭૭ - અનંતજ્ઞાની ભગવંતે જગતના જીવોના કલ્યાણ માટે વાત્સલ્યના વહેણ વહાવી દ્વાદશાંગી સિદ્ધાંતની પ્રરૂપણા કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણી સાંભળતાં જીવના રાગ-દ્વેષ અને મોહ રૂપી ઝેર ઉતરી જાય છે. આજે ઘણાં એમ કહે છે કે અમને સિદ્ધાંતમાં સમજણ પડતી નથી. તે ઝેર ક્યાંથી ઉતરે? વિચારો કે જેમ કેઈ માણસને સર્પ કરડે હોય તે તેના શરીરમાં સર્પનું વિષ વ્યાપી જાય છે ત્યારે તેને વિષ ઉતારનાર મંત્રવાદી પાસે લઈ જવામાં આવે છે. એ મંત્રવાદી મંત્ર ભણે છે. તેનું જેને સર્પ કરડે છે તેને જ્ઞાન હેતું નથી. સાથે જનારને પણ તેનું જ્ઞાન હેતું નથી. એ શું બોલે છે તે સમજતા નથી. છતાં શ્રદ્ધા છે કે એ મંત્ર બેલશે એટલે જરૂર ઝેર ઉતરશે. એ શ્રદ્ધાથી ત્યાં પહોંચે છે. ત્યાં જેટલી શ્રદ્ધા છે તેટલી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા છે? બેલે. ભગવાનના વચન ઉપર જે આટલી શ્રદ્ધા આવે તે, અજ્ઞાન, મોહ અને વિષયના વિષ ઉતર્યા વિના રહે નહિ.