________________
૧૫
શારદા દર્શન કાળ વ્યતીત થયા બાદ બાહ્ય અને આત્યંતર શત્રુઓને ભયભીત બનાવીને ભગાડનાર શ્રી શાંતિનાથ ભગવાન શ્રી કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન ધર્મ ચક્રવર્તિ થયા. તે જ વંશમાં પિતાના પરાક્રમથી બીજા રાજાઓને જીતનાર ચક્રવતિ સમાન પ્રભાવશાળી અનંતવીર્ય નામે રાજા થયા. ત્યારબાદ મહામુશ્કેલીઓ પણ જીતી ન શકાય તેવા ભુજાબળવાળા શ્રી કૃતવીર્ય નામે દાનેશ્વરી રાજા થયા. ત્યારબાદ ઘણા લાંબા કાળે મહાન પ્રતાપી અને યમદગ્નિના પુત્ર વીર પરશુરામની સાથે યુદ્ધ કરનાર સુભૂમ નામના ચક્રવર્તિ થયા.
ત્યાર પછી તે જ વંશમાં પ્રશાંત ગુણોના સમુહથી શોભતા, અન્યાયરૂપી વૃક્ષના મૂળને ઉખેડી નાંખી ન્યાયરૂપી વૃક્ષને દયાદિ ગુણેથી સિચન કરનાર અસંખ્ય રાજાઓ થઈ ગયા. પછી તે વંશમાં સૂર્ય સમાન તેજસ્વી પાંડુ નામે રાજા થયા.
બંધુઓ! હવે પાંડવ ચરિત્રની શરૂઆત થાય છે. પાંડવોના પિતાનું નામ પાંડુરાજા હતું.
કરે રાજ હસ્તિનાપુર માંહી, પાંડુ નૃપ બલવાન, હિત શિક્ષા દેકર રેયતકે, પાલે પુત્ર સમાન છે
સ્વંયવર રચાયા પદ ભૂપને દ્રપદી સુતાક હસ્તિનાપુર નગરમાં મહાન પરાક્રમી વિશાલ વક્ષઃ સ્થલવાળા અને શત્રુઓને મૂળમાંથી ઉખેડી નાંખનાર પાંડુ નામના મહારાજા રાજ્ય કરતા હતા. તેઓ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. પણ જે પ્રજા કઈ ભૂલ કરે તે તેને આકરી શિક્ષા કરી તેને ઠેકાણે લાવતા હતા. આવા પૂર્ણ પ્રતાપી અને શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ પૂર્ણ કાંતિવાળા પાંડુરાજા એક વખત સુમેરૂ શિખર સમાન સુવર્ણના સિંહાસન ઉપર આવીને બેઠા. તેણે રત્નમય બે વલયે, હાર, મુકુટ અને કુંડલ ધારણ કર્યા હતા. તેમની ચારે તરફ સામંતે બેઠા હતા. ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર આદિ વડીલજને પણ રાજાને ગૌરવાન્વિત કરવા માટે યોગ્ય સિંહાસને બેઠા હતા. મોટા મોટા કવિએ રાજાની, રાજયની અને કુરુવંશની પ્રશસ્તિ કરતા કાવ્યો બોલતા હતા અને સ્તુતિ કરનારા શ્રોતાજના કાનને આનંદ આવે તેવી સ્તુતિ કરતા હતા. આ સમયે દ્વારપાળે આવીને હાથ જોડીને કહ્યું હે રાજન ! દ્રુપદરાજાને દૂત દ્વાર પાસે ઉભે છે ને આપને મળવા માટે આવેલ છે. ત્યારે પાંડુરાજાએ ધૃતરાષ્ટ્ર, ભીષ્મપિતામહ આદિ વડીલજનેની સંમતિ લઈને દૂતને રાજસભામાં આવવાની આજ્ઞા આપી.
પાંડુરાજાની સભામાં કુપદ રાજાના દૂતનું આગમન : જુઓ. પાંડુરાજા કેવા મહાન પરાક્રમી હતા. છતાં એક દૂતને સભામાં બોલાવવા માટે પણ વડીલેની સંમતિ લીધી. કેવી સરળતા હશે! આજ્ઞા મળતાં ઈન્દ્રની સભાને પણ લજિજત કરનાર એવી પાંડુરાજાની સભામાં દૂતે પ્રવેશ કર્યો અને વિનયપૂર્વક રાજાને નમસ્કાર કરી ઉભો રહ્યો,