________________
શારદા દર્શન થતો નથી ને સામાના દિલમાં આપણે માટે સદ્ભાવ જાગે છે. માન ઉત્પન્ન થાય છે. માટે પ્રિયકારી વચન બોલવા જોઈએ.
કૃષ્ણ મહારાજા પ્રિયવાદી હતાં. દાની હતા. ત્યાગ કરે તે દાન આપી શકાય છે. ત્યાગને સૌ આવકારે છે ને દાનને સૌ વખાણે છે, પણ સંગ્રહવૃત્તિને કઈ વખાણતું નથી. કહેવત છે ને કે “ત્યાગે એને આગે ને માગે એનાથી ભાગે.” ધનનો સંગ્રહ પિતે જાતે ભોગવી લીધાના આનંદ કરતાં દાનનો આનંદ જુદા જ પ્રકારને અને વિશિષ્ટ કોટિન હોય છે. જ્યારે સ્વાર્થ ભોગનો આનંદ ક્ષણિક, આલ્પકાલિક હોય છે. કારણ કે પરિસ્થિતિ પલટાતાં એ નહિવત્ બની જાય છે. એક વખત તમે લાડુ ખાધે, તેનો સ્વાદ ચાખે આનંદ થયો પણ બીજી વખત પેંડા, બરફી ખાવા મળતાં પેલે આનંદ તુચ્છ લાગે છે. અને વેટલે ખાવા મળે તે ઉગ થાય છે. બેલો, એ લાડુ ખાધાને આનંદ ટક અરે ! ત્યારે જે એ લાડુ લઈને તમે જમવા બેઠા. તે સમયે સંત પધારે ને તમે હર્ષભેર વહરાવી સુપાત્ર દાન દઈ કર પવિત્ર કરશે તે તમને કેટલો આનંદ થશે ? એ દાન દેતી વખતે તે આનંદ થાય છે એટલું જ નહિ પણ જ્યારે જ્યારે એનું સ્મરણ થાય ત્યારે પણ આનંદ આવે છે. બેલે, ત્યાગ અને દાનનો આનંદ અમર છે ને?
જ્યારે સ્વાર્થ ભોગને આનંદ ક્ષણિક છે. માટે તમે જ્યારે જમવા બેસે ત્યારે સુપાત્ર દાન દેવાની ભાવના ભાવજે. સંતને વેગ ના મળે તે સ્વધર્મીની અને દુઃખીની સેવા કરજે, ભૂખ્યાને જમાડીને જમજે પણ પિતાના એકનું પેટ ભરનાર સ્વાર્થવૃત્તિવાળા ન બનશે. પોતાની વસ્તુને ત્યાગ કરીને બીજાને દેવામાં પણ મહાન લાભ છે.
દ્વારકા નરેશ દાની હતા પણ માની ન હતાં. સાથે દક્ષ, ચતુર અને વિવેકી પણ હતાં. દાક્ષિણ્ય ગુણ એ છે કે બીજાની પ્રાર્થનાનો ભંગ ન કરે. કેઈ વ્યક્તિને કઈ ચીજની જરૂરિયાત છે ને એ માંગે તે એ ના ન પાડે. પિતાની પાસે હોય તે તરત આપી દે. કેઈ કહે કે મને આ કાર્ય કરી આપશે ? તે તે કરી આપે. ના નહિ પાડે પણ દાક્ષિય વિના માનવી તે ના કહી દેશે કે હું નહિ આપું. મારાથી આ કામ નહિ બને. કૃષ્ણવાસુદેવ દયાળુ હતા. દયાળુ આત્મા દુઃખી જેના દુઃખ પ્રત્યે કોમળ દિલવાળો હોય છે. બીજાનું દુઃખ જોઈને પિતાનું દિલ પીગળી જાય છે. અને દુખીના દુઃખે દૂર કરવા માટે પિતાના ખજાના ખુલ્લા મૂકી દે છે. વળી મહારાજા શરણાગત વત્સલ હતા. એટલે શરણે આવેલાને સહાય કરનાર, તેમના પ્રત્યે પ્રેમ રાખનાર હતા. તેમને તરછોડતા નહિ. વૃક્ષ તાપ સહન કરીને આશ્રયે આવેલાને શીતળ છાયા આપે છે તેમ આગળના રાજાઓ પણ શરણાગતને સહાય કરતા હતા.
કૃષ્ણ વાસુદેવ સંવિભાગી હતા. પિતાને મળેલી સંપત્તિમાંથી બીજાને ભાગ આપનાર હતા. પણ હું જ એને સ્વામી છું એમ નહિ. કાગડાને કંઈક ખાવાનું મળે તે કાકા કરીને બીજા કાગડાઓને બોલાવે છે ને એમની સાથે ભેગા ખાય છે. બીજાને ખવડાવીને