________________
શારદા દર્શન
શ્રદ્ધાથી માનવી ધારે તે કરી શકે છે. શ્રદ્ધા વિનાનું જીવન નિસ્તેજ છે. જેમ શઢ વિના નૌકા શેભતી નથી. દાંત વિનાનું મુખ, વેગ વિનાને અશ્વ અને દંતશૂળ વિનાને હાથી ભતે નથી તેમ શ્રદ્ધા વિનાનું જીવન પણ શોભતું નથી. શ્રદ્ધા વિનાની ક્રિયામાં રસ પેદા થતો નથી. બીજા મંત્રોમાં કંઈક ને જેટલી શ્રદ્ધા છે તેટલી નવકારમંત્રમાં નથી પણ વિચાર કરે. એક નવકારમંત્રમાં કેટલી શક્તિ છે. માત્ર “નમે અરિહંતાણું”ના સાત અક્ષરે સાત ભયને નાશ કરે છે. પછી તેને જગતમાં કઈ ભય રહેતું નથી. પંચ પરમેષ્ટીનું ભક્તિરૂપી મહારસાયણ પીતાં સ્વાર્થવાસનાના ચેપી રોગે નાશ પામે છે. પંચ પરમેષ્ટીનું શરણું અંગીકાર કરતાં અભયતા, અજરતા ને અમરતા પ્રાપ્ત કરાયા છે. અને મારું તે સાચું એ ઝેર બહાર નીકળે છે ને સાચું તે મારું એ અમૃત અંતરમાં ઉતરે છે.
બંધુઓ! એક વખત કલ્પવૃક્ષ, કામધેનુ ગાય અગર તે રત્નચિંતામણી જેવી અલૌકિક ચીજો પ્રાપ્ત થયા પછી જે કઈ માણસ જ્યાં ને ત્યાં સુખ મેળવવા ફાંફા મારે તે તમે તેને કેવા કહેશે? મૂર્મો જ કહેશેને? તેમ આ પંચપરમેષ્ટી મંત્ર જેવો ઉત્તમ મંત્ર મળ્યા પછી બાહ્ય સુખ માટે બીજા મંત્રને જાપ કરે, ધન-સંપત્તિ, મોટરગાડી, નાટક સિનેમા, રેડિયો, ટેલીફાન, ફનચર, બંગલા આદિ ધૂળ અને કાંકરા જેવી નશ્વર ચીજોમાં સુખ માની તેને કિંમતી માનનારાઓને મારે શું કહેવા માટે સમજે. જ્ઞાની મહાપુરૂષની દષ્ટિએ તે તે દયાને પાત્ર છે. અનાદિ કાળથી વિષયાસક્ત બનેલ આત્મા પિતાની ઈષ્ટ સિદ્ધિ માટે શ્રીમંત, શેઠ, સ્વજન આદિ સહુ કેઈને નમે છે પણ અરિહંતને ન નથી. તેના કારણે ભવરગથી રિબાઈ રહ્યો છે. પણ એને ખબર નથી કે મારા પંચપરમેષ્ઠી પ્રભુ સર્વમંગલના કરનાર ને સર્વ દુઃખોને નાશ કરનાર છે. પંચપરમેષ્ટીનું શરણ સ્વીકાર્યા વિના જીવનમાં વિરતિ ભાવનું વાવેતર થતું નથી. અને વિરતિ ભાવના પરિણામ વિના જન્મ મરણની જંજાળ તૂટી શકતી નથી. નવકારની નિયામાં બેસી જાને (૨) એરી તને લઈ જશે નિજ સ્થાને...
અરિહંત નામે અવિચળ ધામ લેવા, સિદ્ધોનું શરણું છે મુકિતના મેવા, મૂઢ બની બેઠે છું તું શાને
બધુઓ! અરિહંત અવિચળ ધામ છે. અરિહંત અને સિદ્ધનું શરણું લીધા વિના મુક્તિના મેવા નહીં મળે. તું શા માટે મૂઢ બનીને બેઠો છું? માટે વિચાર કરીને વિવેકને દીપક પ્રગટાવો.
વિવેક એટલે શું? જાણે છેને? વિવેકને દિપક અંતરમાં પ્રગટ થતાં એમ સમજાય છે કે માનવ જીવનની સાર્થકતા ખાવાપીવામાં નથી. આરામ કરવાના કેચ અને સોફામાં નથી. બંગલા અને બગીચામાં મહાલવામાં નથી. અમારી બહેને સીલ્ક અને
શા.-૩