________________
શારદા દર્શન એને મહિમા અલૌકિક છે. આ જીવનમાં મન એટલું પ્રફુલ્લિત અને શુદ્ધ બનાવે કે જેથી જીવન કુર્તિ ભર્યું અને સુખદ બને. અશુભ વિચારમાં શાંતિ નથી. સ્વસ્થતા નથી કે જંપ નથી પણ ચિંતાઓ ભરેલી છે. તેથી સંતાપ રહ્યા કરે છે. એને સર્વત્ર ભય લાગે છે. શેક અને ઉગ તે એના હૈયામાં જડાયેલા રહે છે.
એક શેઠ એના પુરુદ મહાન સુખી ને સમૃદ્ધ હતા. તે જૈન ધર્મ પામ્યા હતા પણ એના મગજમાં રાત દિવસ વેપાર ધંધાના વિચારે રમતા હતાં કે કયાંથી સસ્તો માલ આવે છે ? કયાં ક્યાં માલ મોકલવામાં સારો નફે થાય છે? કયે માલ વખારમાં ભરી રાખવાથી ભવિષ્યમાં એના સારા ભાવ ઉપજશે? ભરી રાખેલે જુને માલ કેટલા ભાવે ને ભેળસેળ કરી ભેળા ઘરાકને છેતરી કેમ વેચી દેવે? ઉઘરાણી કેટલી બાકી છે? વધુ કેટલી મૂડીનું રોકાણ કરવું જરૂરી છે? આવી ઘણું અશુભ વિચારણાઓ તેના મગજમાં રાત-દિવસ રમ્યા કરતી હતી. શું આ વહેપાર-રોજગારના, માલ મૂડીના અને માટીના ઢગલા જેવું ધન વધારવાના વિચારો એ શુભ વિચાર છે? “ના.” આ તે અશુભ-પાપના વિચારો છે.
આ શેઠે જિંદગીભર આવા વિચારો ને ચિંતા કરી. તેનું પરિણામ શું આવ્યું તે જાણે છે? એનું પરિણામ એ આવ્યું કે તેણે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધ્યું. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી મરીને તિર્યંચ થયે. ઉંચા મનુષ્ય ભવેથી આ કેવું અધઃપતન! ત્યાં તિર્યંચ ગતિમાં વહેપારના અને ધન વધારવાના વિચાર કરી શકે ખરા? કદાચ પૂર્વ– જન્મનું સ્મરણ થાય ને એવા વિચાર કરે તે તેનાથી શું ફાયદો? આ દષ્ટાંત સાંભળીને હવે તમે તમારા અંતરમાં નક્કી કરશે કે મારે આવા અશુભ વિચારો કરવા નહિ. મારે આ માનવ ભવ પામીને મારા આત્માને સંસાર સાગરથી તારે છે. એ માટે મારે શું કરવું? તેને વિચાર કરજે. શાસ્ત્રસિદ્ધાંતનું વાંચન, મનન અને શ્રવણ કરજો.
આપણે ગઈ કાલે અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનની મંગલ શરૂઆત કરી છે. “તે તૈિvi સમi વારવા નથી” તે કાગ અને તે સમય એમ શા માટે કહ્યું એ વાત આપણે ગઈ કાલે કરી હતી. તે કાળ અને તે સમયે દ્વારકા નામની નગરી હતી. તે નગરી કુબેરની વસાવેલી હોવાથી સાક્ષાત્ દેવલેક જેવી રમણીય લાગતી હતી. તે નગરીમાં મહાન પરાક્રમી કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા તે કૃષ્ણ વાસુદેવ નેમનાથ પ્રભુને સમાગમ થતાં સમ્યક્ત્વ પામ્યા હતા. સમ્યગદષ્ટિ આત્મા વેપાર ધંધો કરે, રાજ્યને વહીવટ કરે પણ તેમાં આસક્ત ન બને. તેમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહે. જેમ પાણીથી ભરેલી બાટીમાં કાંકરો પડે તે અંદર ડૂબી જાય અને તેલનું ટીપું પડે તે પણ ઉપર તરે છે તેમ સમ્યગ્નદષ્ટિ જીવડે સંસારમાં હેય ને એને કાર્ય કરવું પડે, સમય આવે લડાઈ કરવી પડે તે બધું અનિચ્છાએ કરે પણ તેને આત્મા ન્યારો રહે છે.