________________
૧૪
શારદા દેશન
ખાવાની મઝા ઔર છે. તમે એવું જીવન જીવી જુએ તે એને અનુભવ થશે. મહારાજા પૂર્વાભિભાષી પણ હતા. પૂર્વાભિભાષી એટલે શું ? તમે સમજ્યા ? પોતાના સપ'માં આવનારને પાતે પહેલા ખેલાવે. એના ખખર અંતર પૂછે પણ એમ નહિ કહે કે હું મોટા રાજા છું. હું એને પહેલા શા માટે ખેાલાવુ ? મારે એની શી જરૂર છે ? એને જરૂર હોય તે મને ખેલાવે. આવી દૃષ્ટિ રાજાની ન હતી. આજે તે ક્રેાડની સ`પત્તિ હોય તે પણ અભિમાનનેા પાર નહિ. આ મહારાજા અભિમાની કે તુચ્છ ન હતા; પણ મહાન ગુણાથી ભરેલા હતા. તેમના ગુણાની પ્રસિદ્ધિ ચારે તરફ ફેલાયેલી હતી. પૈસા કે ધન માલ પોતાના નથી એ સાથે આવનાર નથી પણ ઉત્તમ સદ્ગુણા અને સત્કા પેાતાની ચીજ છે. એ સાથે આવનાર છે માટે મારા ખએ! તમે પણ આવા ગુણા તમારા જીવનમાં અપનાવજો. તેા તમારુ જીવન મઘમઘતું ખની જશે.
જે નગરીના મહારાજા આવા પુણ્યવાન અને ગુણાથી ભરેલા હાય તેમના રાજ્યમાં કેટલી શાંતિ ને આનંદ હાય ! પ્રજામાં નિયતા ને ઉદારતા હોય છે. ત્યાં દુઃખ ભય કે શાકનુ નામનિશાન હેતુ નથી. આ દ્વારકાનગરી આવી સમૃદ્ધ અને સ્વ જેવી હતી. ત્યાંના રાજા પણ પવિત્ર હતા. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. હવે આજથી વ્યાખ્યાન ખાદ થાડીવાર પાંડવ ચરિત્ર લેવામાં આવશે. કઇક જીવા તેમાંથી એધ પામી જાય છે. એટલે આજે પાંડવ ચરિત્રની મંગલ શરૂઆત કરવામાં આવે છે.
“ પાંડવ ચરિત્ર
""
પાંડવ ચરિત્રમાં આપણને ઘણુ જાણવા મળે છે. પાંડવોએ કેટલા કટો સહન કર્યાં છતાં ધર્મીને છેડયા નહિ. આવા મહાન પુરૂષાનું ચરિત્ર શ્રવણુ કરતાં આપણું જીવન ધન્ય અને છે.
આ ભરત ક્ષેત્રમાં રાજાઓમાં પ્રથમ રાજા અને તીર્થંકરામાં પ્રથમ તીથ કર અપૂર્વ મહાત્મયવાળા નાલીરાજાના પુત્ર શ્રી ઋષભદેવ થયા. તેમને સેા પુત્ર હતા. જેમાં એકનું નામ કુરૂરાજા હતુ. તેમના નામથી કુરૂક્ષેત્ર પ્રસિધ્ધ થયું. કુરૂરાજાને હસ્તિ નામે પુત્ર હતા. જે દાન આપવામાં પેાતાના જીવનની સફળતા માનતા હતા. તેમના નામથી હસ્તિનાપુર નામે નગર પ્રસિદ્ધ થયું. જ્યાં સ્વચ્છ પાણીથી ભરેલા અને પૂર્ણિ`માના ચંદ્રના પ્રતિષ્ઠિ'ખથી શાભાને પામેલા અનેક સરાવરા હતા. ગરીબાઇને તે દેશવટે મળેલા હતા. અધર્મનું નામ નિશાન ન હતું. ભય અને અન્યાય શોધવા છતાં પણ દેખાતાં ન હતા. એવા હસ્તિનાપુરમાં હસ્તિ રાજાના વશરૂપી સાગરમાં કૌસ્તુભમણી સમાન દાનાદિ ગુ@ાથી પ્રશ'સાને પામેલા અત્યંત તેજસ્વી લાખા રાજાએ થઇ ગયા. તે રાજાઓમાં વૈરાગ્ય રૂપી ઔષધિઓથી ભાવરાગાને નાબૂદ કરનાર સનતકુમાર ચક્રવતિ થયા. ઘણા