________________
શારદા દર્શન * બાર યોજન લાંબી ને નવ જન પહોળી દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવની હાક વાગતી હતી. કૃષ્ણ મહારાજા મહા વૈભવશાળી, સત્તાધીશ અને પ્રખ્યાત પરાક્રમી હતાં. દુર્જન અપ્રમાણિક અને શઠ માણસ માટે તેઓ શત્રુ સમાન હતા, અને સજજન પ્રમાણિક અને ધમ જેને માટે મિત્ર સમાન હતા. આવા પરાક્રમી અને બળવાન હોવા છતાં તેઓ સરળ પ્રકૃતિના હતાં. એમનામાં વકતા કે કૂડકપટ ન હતાં. હૃદયમાં જુદુ, બહાર બોલવાનું જુદુ ને આચરવાનું જુદું એવું એમનું જીવન ન હતું. ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં તેમના જીવનમાં કેવી સરળતા અને નમ્રતા હતી તે વાત આગળ આવશે.
બંધુઓ! સરળતા એ માનવ જીવનને મહાન વિશિષ્ટ ગુણ છે. જીવનમાં સરળતાની જરૂર છે. સરળતાથી આત્માનું ઉત્થાન થાય છે. આપણા વડીલજને અને ગુરૂઓની પાસે જે આપણે સરળતા ભર્યો વ્યવહાર હોય તે આપણું પૂજ્ય ગુરૂદેવ આપણને એગ્ય ઉપદેશ અગર માર્ગદર્શન આપે છે જેનાથી આત્માને ઉદ્ધાર થાય છે પણ ગુરૂ પાસે આવીને અંદર માયા રાખી બહારથી સારા હોવાને દેખાવ કરે તે ઉદ્ધાર કયાંથી થાય? ડોકટર અગર વૈદ પાસે જાઓ ને અંદરના ગુપ્ત દર્દીની વાત ન કરે તે મૂળમાંથી રાગ જાય? “ન જાય.” ત્યાં કંઈ છૂપાવતાં નથી, તેમ ગુરૂ પાસે પણ કંઈ છૂપાવે નહિ. જીવનમાં કેવા કેવા પાપ આચરે છે તે કહેશે તે તે જાતનું પ્રાયશ્ચિત અને હિત શિખામણ આપીને સદ્ગુરૂઓ આપણે ઉદ્ધાર થાય તે સન્માર્ગ બતાવશે. તમારા સગા સંબંધીજને સાથે પણ જે સરળતા ભર્યો વ્યવહાર નહિ હોય તે તે તમારા ઉપર વિશ્વાસ નહિ કરે. તેમને પ્રેમ, સહાનુભૂતિ વિગેરે પણ સંપાદન કરી શકાશે નહિ. સરળતામાં ઘણાં ગુણ છે ને માયામાં ઘણાં અવગુણ છે. માટે સરળતાની જીવનમાં અવશ્ય જરૂર છે.
કૃષ્ણ વાસુદેવ સરળ હતાં. પ્રિયવાદી હતાં. એ અપ્રિય કઠોર કે દિલમાં ઘા કરે તેવું વચન બોલતા નહિ પણ દરેકને પ્રિય લાગે તેવું બેલતા હતા. કર્કશ અપ્રિય વાણ બેસવાથી માણસના દિલમાં ઘા વાગે છે. આપણા ઉપરને સદ્ભાવ પ્રેમ ઘટે છે.
જ્યારે મીઠું અને પ્રિય લાગે તેવું વચન બોલવાથી સામાને સ્નેહ, સદ્ભાવ અને પ્રેમ વધે છે. હિતકારી વચન પણ જે પ્રિય લાગે એવું બોલાય તે ઝીલાય છે. સોનાની લગડી તે તમને બહુ ગમે છે ને? પણ જે તે સોનાની લગડી ભઠ્ઠીમાંથી ગરમ ગરમ કાઢીને કે તમારા હાથમાં આપે તે લે ખરા ? ના લે ને? કારણ કે ગરમ છે. હાથમાં ચૂિંટી જાય. ફેલ્લા પડે. સોનાની લગડી પ્રિય હોવા છતાં ગરમ હવાના કારણે હાથમાં લેતા નથી, તેમ હિતકારી વચન પણ અપ્રિય અને કર્કશ લેવાથી કઈ ઝીલતું નથી. માટે જ્ઞાની કહે છે કે મધુર અને પ્રિય ભાષા બોલે. “વચને કા દરિદ્રતા મધુર વચન બોલવામાં આપણને કયાં દરિદ્રતા આવી જાય છે! એક પાઈનો પણ ખર્ચ