Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ ગદષ્ટિસમુચ્ચય એટલે કે શુદ્ધ આત્મજ્ઞાન આ શાસ્ત્રગીના હૃદયમાં નિરંતર રમી રહ્યું હોય છે, અત્યંત પરિણમી ગયું હોય છે. આમ દ્રવ્ય–ભાવ શ્રતના તીવ્ર બેધવાળે આ શાસ્ત્રાગી પુરુષ . આત્મજ્ઞાની સમ્યગુદષ્ટિ એવો શાસ્ત્રજ્ઞાતા હોય છે. "जो हि सुएणहिगच्छइ, अप्पाणमिणं तु केवलं सुद्धं / तं सुयकेवलिमिसिणो भणंति लोयप्पईवयरा // जो सुयणाण सव्वं जाणा, सुयकेवलि तमाहु जिणा। णाण अप्पा सव्वं जह्मा सुयकेवली तम्हा / " -શ્રી કુંદકુંદાચાર્યજીકણીત શ્રીસમયસાર. “નો ઘi નાડું, તો સવૅ જ્ઞાનરૂ, નો સવૅ નાળરૂ, તો ઘણાં ગાજરૂ –શ્રી આચારાંગસૂત્ર અર્થાતજે કૃતવડે કરીને કેવલ શુદ્ધ એવા આ આત્માને જાણે છે, તેને લેકપ્રદીપકર ઋષિઓ “શ્રુતકેવલી' કહે છે. અને જે સર્વ શ્રતજ્ઞાન જાણે છે તેને જિન ભગવાન “શ્રુતકેવલી” કહે છે, કારણ કે સર્વે જ્ઞાન તે આત્મા છે, તેથી તે શ્રુતકેવલી છે.” જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે, જે સર્વને જાણે છે, તે એકને (આત્માને) જાણે છે.” અને આમ શ્રતજ્ઞાનને તીવ્ર બેધ હોવાથી જ, આ શાસ્ત્રયેગી જ્ઞાની પુરુષ, જ્ઞાનાચાર વગેરેના પાલનમાં સૂક્ષમ આમેપગપૂર્વક–સતત આત્મજાગૃતિપૂર્વક અવિકલપણે પ્રવત્તી શકે છે, અને તેથી જ અત્રે આ શાસ્ત્રને અવિકલ-અખંડ કહ્યો છે. શ્રાદ્ધ-શ્રદ્ધાનંત–આ શાસ્ત્રોગી પુરુષ શ્રાદ્ધ એટલે શ્રદ્ધાવંત હોય છે. જ્ઞાન હોય પણ શ્રદ્ધા ન હોય તો શું કામનું? પણ આ શાસ્ત્રમી પુરુષ તો તીવ્ર પ્રતીતિવાળી ઋતબેધવાળો હેઈ, તેને પરમાર્થની-તત્ત્વાર્થની, આતની, આપ્ત આગમની શ્રદ્ધા ને સદ્ગુરુ સત્પરુપની શ્રદ્ધા + અવશ્ય હોય છે. આમ તે સમ્યગદર્શની પુરુષ હોય છે એમ સ્પષ્ટ કર્યું છે. અને શાસ્ત્રોગીની તે શ્રદ્ધા સંપ્રત્યયાત્મક–સમ્યફ તત્વપ્રતીતિરૂપ અથવા અન્ય પ્રકારનીઆજ્ઞાપ્રધાન હોય છે. સંપ્રત્યયાત્મક શ્રદ્ધા એટલે તત્ત્વની સમ્યફ પ્રતીતિથી, ખરેખરી ખાત્રીથી ઉપજેલી શ્રદ્ધા. આવી શ્રદ્ધા તત્વની બરાબર ચકાસણ–પરીક્ષા કરવાથી (Searching investigation), સોનાની જેમ કસોટી કરવાથી ઉપજે છે. કષ-છેદ– + “શ્રદ્ધાનં વજૂથનામાતાજમતામૃતામ ! त्रिमूढापोढमष्टाङ्गं सम्यग्दर्शनमस्मयम् // " –શ્રી સમંતભદ્રાચાર્યજીકૃત શ્રી રત્નકરંડ શ્રાવકાચાર.