Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દીમાદષ્ટિ : એક નિર્વાણુ તત્ત્વના અવયા નામ
(૪૦૧)
સિદ્ધાત્મા—તેને સિદ્ધાત્મા નામ પણ આપવામાં આવ્યું છે. જેના આત્મા સિદ્ધ છે, જેણે શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધાત્મા. જેનેા આત્મા કૃતકૃત્ય છે, જેને કાંઈ કબ્ય અવશેષ રહ્યું નથી તે સિદ્ધાત્મા. જે નિશ્તિા છે અર્થાત્ જેના સર્વાં અની નિષ્ઠા છેવટની હદ પ્રાપ્ત થઇ છે, એટલે કે જેના સ અથ–પ્રયેાજન સિદ્ધ થયા છે, તે સિદ્ધાત્મા. આમ જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યુ છે, નિષ્પન્ન કર્યુ” છે, એવા સહજાત્મસ્વરૂપ સ્વામી શુદ્ધ ચૈતન્યમૂર્ત્તિ તે સિદ્ધાત્મા છે.
"6
'येनात्मा बुध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥”
—શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક,
“ સકળ પ્રદેશે હા કમ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમગુણની હા જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનૂપ ...સ્વામી સ્વયં પ્રભને જાઉં ભામણે.
અચળ અખાધિત હા જે નિઃસંગતા, પરમાતમ ચિત્રુપ;
આતમભેાગી હા રમતા નિજ પદે, સિદ્ધ રમણુ એ રૂપ ...સ્વામી૰ —શ્રી દેવચ’દ્રુજી.
તથાતા વળી કાઈ તેને તથાતા' નામથી એળખે છે. આકાલ એટલે કે સર્વકાલ તથાભાવ વડે કરીને તે તથાતા કહેવાય છે; સદાકાળ તથાપ્રકારના ભાવ હાવાને લીધે તે ‘તથાતા ' છે. જેનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ જેમ છે તેમ શાશ્વત વર્તે છે, તે તથાતા છે. તે માટે કહ્યુ` છે કે
ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારિત્વતા ધ્રુવ છે-નિશ્ચલ છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને તેના હાથમાં છે, તેને આધીન છે. ઉપાદાન આત્મા છે અને તેને પ્રગટ કરનાર નિમિત્ત પશુ શુદ્ધ આત્મા જ છે. એટલે તેનુ સ્વરૂપનું અધિકારીપણું, સ્વામીપણું, ઈશ્વરપણું;, સત્તાધીશપણું ધ્રુવ છે, અચલ છે, કદી ન ફરે એવું છે. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ઉપાદાન પણ તે જ છે, ને નિમિત્ત પણ તે જ છે.
આ તથાતા * વિસ’ચેગાત્મિકા છે, અને ત્રણ પ્રકારના દુ:ખથી પરિવર્જિત છે. સ અન્ય ભાવને જ્યાં વિસયેાગ છે, અર્થાત્ સમસ્ત પર ભાવને જ્યાં વિયાગ થયા છે, વિશ્લેષ થયેા છે, પરમાણુ માત્ર પણ કના જ્યાં સ્પર્શી રહ્યો નથી, કેવલ શુદ્ધ આત્મા જ જ્યાં વર્તે છે, એવી આ તથાતા વિસ ́ચાગાત્મિકા છે–વિસયાગસ્વરૂપ છે. અને એટલા માટેજ શારીરિક, માનસિક ને વાચિક દુઃખથી, અથવા આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ