Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રભા દષ્ટિ અસંગનુષ્ઠાનસિદ્ધિ-પ્રણમું પદ તે, વર તે, જય હે.
(૫૮૭) અસંગપદાવહા-અસંગ પદને પમાડનારી આ જ દૃષ્ટિ, તે ગમાર્ગને વિષે એ પદના જ્ઞાતા ગી પુરુષોને મત છે, ઈષ્ટ છે, અભિમત છે.
આ જે અસંગ અનુષ્ઠાન કહેવામાં આવ્યું, તે અસંગ અનુષ્ઠાનને આ સાતમી પ્રભા દૃષ્ટિમાં સ્થિતિ કરતે થેગી શીધ્ર પ્રસાધે છે. અત્રે યેગી પરમ વીતરાગ ભાવરૂપ
આ અસંગ પદને પામે છે, કે જ્યાં અનાદિ કુવાસનામય વિષને અસંગાનુષ્ઠાન. પરિક્ષય-વિસભાગપરિક્ષય થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા શુદ્ધ સિદ્ધિ સહજાન્મસ્વરૂપે પ્રગટ થાય છે, અને જ્યાં પરમ શાંત સુધારસનો
પ્રશાંત અખંડ પ્રવાહ વહ્યા કરે છે–પ્રશાંતવાહિતા વર્તે છે, એટલે અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈિતન્ય રસામૃતસાગરમાં આત્મા નિરંતર નિમજ્જન કરે છે. અત્રે જ તે પરમ ભેગી જ્ઞાન-દર્શન–ચારિત્રની અભેદ એકતારૂપ પરમાર્થ મોક્ષમાગને-શિવમાર્ગને સાક્ષાત્ પામે છે, મોક્ષરૂપ ધ્રુવપદ પ્રત્યે લઈ જનારા પ્રત્યક્ષ ધ્રુવમાગને પ્રાપ્ત કરે છે.
“એમ પરાજય કરીને ચારિત્રમેહને,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે.” –શ્રીમદ્ રાજચંદ્રજી આવા અસંગ-વીતરાગ વેગીની આત્મદશા પરમ અદ્દભુત હોય છે. તેમને આત્મા એટલે બધે ઉદાસીન-વીતરાગ વતે છે, કે તે સર્વત્ર અસંગ ભાવને જ ભજે છે, એક જવલંત આત્મા સિવાય અન્યત્ર ક્યાંય સંગ કરતું નથી. આવી પરમ અદ્દભુત અસંગઉદાહરણુ ઉદાસીન વીતરાગ દશાનું શ્રીમદ્ રાજચંદ્રજીનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રહ્યું –
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.” એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છઈએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છઈએ.”
ઇત્યાદિ. જુઓ –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૧૭ (૨૫). આ અસંગ અનુષ્ઠાન અત્રે સાતમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, એટલા માટે આ સાતમી દષ્ટિ જ પરમપદને-મોક્ષપદને આણનારી, પમાડનારી હેઈ, લેગીઓને પરમ
ઈષ્ટ છે, અભિમત છે. કારણ કે એ પદને-શાશ્વત પદને અથવા પ્રણમું પદ તે. અસંગાનુષ્ઠાનરૂપ સપ્રવૃત્તિપદને જેઓ સ્વરૂપથી જાણે છે, તે શાશ્વત વર તે, જય તે આત્મસ્વરૂપ પદનો-મોક્ષપદને મહિમા જેના હૃદયે વસ્યું છે, એવા