________________
(૬૦૨)
થાગદષ્ટિસમુચ્ચય તે મહામુનિ આંખના કણાની જેમ તે કષાયકણિકાને પણ સાંખી શકતા નથી, એટલે સર્વ આત્મપ્રદેશમાંથી પરમાણુ માત્ર કષાયકણને પણ કાઢી નાંખવા માટે તે સર્વાત્માથી પ્રવર્તે છે, અને નિષ્કષાયતારૂપ વીતરાગ ભાવને સાધે છે. પણ હવે અત્રે તે તે અતિ અતિ અલ્પ કષાયભાવ પણ સર્વથા દૂર થઈ ગયું છે, વીતરાગતા પ્રાપ્ત થઈ ચૂકી છે, ઘાતિકને ક્ષય થઈ ચૂક્યો છે, એટલે અઘાતી એવા ભોપગ્રાહી કર્મને ક્ષય એક જ અત્ર હેતુ છે. અત્રે આ પરમ યોગી જે દેહ ધારણ કરી રહ્યા છે, તે નામ-ગોત્ર-આયુર્વેદનીય એ ચાર, આ ચરમ દેહમાં ભોગવવા ગ્ય પ્રારબ્ધ કર્મના ક્ષય અર્થે જ ધારણ કરી રહ્યા છે. એટલે તે દેહના નિર્વાહાથે જે ભિક્ષાટનાદિ ક્રિયા કરે છે, તે પણ તે ભયગ્રાહી કર્મના ક્ષય અથે જ કરે છે. આમ પૂર્વે સાંપરાયિક કર્મક્ષય એ ભિક્ષાટનાદિ ક્રિયાનું ફલ હતું, અને અત્રે ભપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. આમ કુલભેદથી દષ્ટિભેદ પ્રગટ થાય છે.
આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જેને સર્વ કષાયને ક્ષય થયો છે એવા વીતરાગ પરમ ભેગી જ્યાં લગી આ છેલ્લા દેહની આયુસ્થિતિ છે ત્યાં લગી પૂર્વ પ્રારબ્ધદયથી વિચરે
છે, અને એમ કરીને પોતાના શેષ કમને ત્રાણાનુબંધ ચૂકવી આપી દેહ છતાં જેની નિર્જરી નાંખે છે. આમ પૂર્વ પ્રયોગથી વિચરતા જ્ઞાની પુરુષ, દેહ દશા, વર્તે છતાં દેહાતીત એવી પરમ અદ્ભુત કાયોત્સર્ગ દશા-જીવન્મુક્ત દેહાતીત” દશાને અનુભવ કરતા સતા, સદેહે મુક્ત વર્તે છે. આવા વિદેહદશા
સંપન્ન કેવલિ ભગવાન પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી ભવ્યજનોને બોધ કરતા ભૂતલ પર વિચરે છે, ને પરમ જનકલ્યાણલકેપકાર કરે છે અને આવા જગમ કલ્પવૃક્ષ સમા શુદ્ધ આત્મસ્વરૂપ જિનરાજને ધન્ય આત્માઓ સેવે છે. જેમ કે – “અજિતવીર્ય જિન વિચરતા રે... મન પુષ્કર અધ વિદેહ રે....ભવિ. જંગમ સુરતરુ સારિ રે..મન સેવે ધન્ય ધન્ય તેહ રે...ભવિ–શ્રી દેવચંદ્રજી.
“દેહ છતાં જેની દશા, વત્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.”–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત
શ્રી આત્મસિદ્ધિ.
तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् ।
तथायं धर्मसंन्यासविनियोगान्महामुनिः ॥१८१॥ –ાન્નિશે-તેના નિયગથી, રત્નના નિયગથી, માત્મ-મહાત્મા અહીં લેકમાં, ત્યો ચા મા-જેમ કૃતકૃત્ય હોય છે, કઈ રત્વવણિફ કૃતકૃત્ય હોય છે; તથાથં-તેમ આ, અધિકૃત વેગી, ધર્મસંન્યાવિનિયોniા-ધર્મસંન્યાસના વિનિયોગથકી, મામુનિ –મહામુનિ, કૃતકૃત્ય હોય છે.