Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપસંહાર: શ્રી સદગુરુને “અહા! અહે! ઉપકાર'. રોગી આદિ દુષ્ટાંત
હતું, પર પુદ્ગલની એઠી જૂઠી એઠ ખાતે હતું, અને વેઠીઆ પિઠીઆની પેઠે પારકી વેઠ કરતે રહી પાપી પેટ ભરતા હતા, તેને આ સત્પરુષ સદ્ગુરુએ નિજ સ્વરૂપનું અપૂર્વ ભાન કરાવી અનંત આત્મસંપત્તિભર્યા સ્વગૃહને લક્ષ કરાવ્યું, નિજ ઘરમાં જ રહેવાનો ઉપદેશ કરી પરગૃહે ભીખ માંગતે બંધ કર્યો, “ચલ જડ જગની એઠ” નહિ ચાટવાને અને પારકી વેઠ નહિ કરવાને બંધ કરી પાપી પેટ ભરતે અટકાવ્યું અને આમ નિજ ઘરમાં જ રહેલી અઢળક આત્મલક્ષમીને ભક્તા સ્વામી બનાવી દઈ પરમ સુખસંપત્તિમય કરી મૂક્યો. તે અનંત ઉપકારી શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન આવા સાચા મુમુક્ષુ યોગીને પરમ પ્રિય કેમ ન લાગે? અથવા (૩) કોઈ ભયંકર અટવીમાં માગ નહિં મળવાથી ચારે કોર ગોથાં ખાતાં ભૂલા પડેલ મનુષ્યને કેઈ સરલ, સીધે ને નિષ્ફટક માર્ગ બતાવી આપે, તે તે માર્ગદર્શક પુરુષ તેને કેટલે બધે પ્રિય થઈ પડે? તે પછી આ ભયંકર ભવાટવીમાં સન્માર્ગની દિશાનું ભાન નહિં હોવાથી આ જીવ ચારે ગતિમાં ચારેકોર ગોથાં ખાતે આથડત હતું, અનંત પરિભ્રમણ દુઃખ પામતું હતું, તેને નિજ સ્વરૂપ-ગરૂપ સીધે સરલ નિર્દોષ સન્માર્ગ બતાવી જેણે પુનઃ અનંત પરિભ્રમણ દુઃખ ટાળી ભવાટવીમાંથી ઉગાર્યો, તે સન્માગદેશક શ્રીમદ્ સદ્ગુરુ દેવને અમાપ ઉપકાર ચિંતવતા આ સમ્યગૃષ્ટિ ભેગીને તેઓશ્રી પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ કેમ ન પ્રવહે? અથવા (૪) ભયંકર માં જ્યાં ઊછળી રહ્યાં છે, એવા મહાસમુદ્રમાં ડૂબી રહેલા મનુષ્યને જે કઈ તારુ બચાવી લઈ, બાવડું ઝાલી કાંઠે આણે, તે તે તારનાર પ્રત્યે તેને કેટલે બધે પ્રેમ કુરે? તે પછી–આ ભીષણ ભવસાગરમાં જન્મ મરણ તરંગથી તણાતે આ જીવ માહરૂપ ગળકાં ખાઈ અનંત દુઃખથી દુઃખી થઈ રહ્યો હતો, તેને મહાતા જેવા જે સદ્ગુરુદેવે હસ્તાવલંબન આપીને ડૂબતે બચાવી શિવપુરને આરે આર્યો, તે અનન્ય ઉપકારી અપાર કરુણસિંધુ પરમકૃપાળુ શ્રીમદ્ સદ્ગુરુ પ્રત્યે આ કૃતજ્ઞ જેગીજનને અપૂર્વ પ્રેમને ઉમળકે કેમ ન આવે વારુ ?
“ અહો! અહો ! શ્રીસદ્દગુરુ, કરુણસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર.”–શ્રી આત્મસિદ્ધિ “શ્રી અરજિન ભવજલને તારુ, લાગે મુજ મન વારુ રે; બાંહ્ય ગ્રહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે.”– શ્રી યશોવિજયજી.
અથવા-(૫) કોઈ જીવ ઉગ્ર દાવાનલમાં સપડાઈ ગયો હોય, તેને શીતલ જલવૃષ્ટિથી જે કઈ બચાવી લે, તે તે બચાવનાર પ્રત્યે તેને કેટલો બધે પ્રેમભાવ ઉપજે ? તે પછી–આ ભયંકર ભવદાવાનલમાં આ જીવ સપડાઈ ગયો હતે તેને પરમાર્થ અમૃતની શીતલ મેઘધારા વર્ષોવી જેણે બચાવી લીધે, તે શ્રી સદ્દગુરુ પ્રત્યે આ મુમુક્ષુ આત્માથીને અપૂર્વ પ્રેમભાવ કેમ ન ઉપજે ?