Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૦૨).
ગદષ્ટિસમુચ્ચય માંથી પણ સારભૂત પરમાર્થ સાધન સાધી લેવામાં તેને સદુપયોગ કરી પોતાનું કામ કાઢી લે છે, અને પાક વાણીઆની પેઠે તેને “કસ' કાઢે છે! દાખલા તરીકે–રસનેંદ્રિયને તે સપુરુષના ગુણસંકીર્તનના રસાસ્વાદથી સફળ કરે છે, શ્રવણેન્દ્રિયને સત્પષચરિત શ્રવણથી પાવન કરે છે. ઈત્યાદિ પ્રકારે બહિર્મુખ ઉપગથી પાંચ ઇંદ્રિયને વ્યાવૃત્ત કરી, તે આત્માને ઉપકારી થાય એમ અંતર્મુખ ઉપયોગ ભણી વાળી દે છે. “રહે અંતર્મુખ ગ.
“ જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહી જ નયન પ્રમાણુ....જિનવર!
જે જિન ચરણે નામિયે, મસ્તક તે જ પ્રધાન...જિનવર ! અરિહા પદકજ અરચિયે, તે સુલહિ જે હથ્થ... જિનવર ! જિન ગુણ ચિંતનમેં રમે, તેહિ જ મન સુકમથ્થ..શ્રી ત્રાષભાનન.” ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસના ફળ લીધે રે, દેવચંદ્ર કહે મહારા મનને, સકળ મને રથ સીધે રે.”શ્રી દેવચંદ્રજી.
આમ અહીં આ કુલગીના છ લક્ષણ કા –(૧) સર્વત્ર અદ્વેષ–ગ્રહના અભાવને લીધે. આ ઉપરથી તેનું મધ્યસ્થપણું અને સમસ્ત જગત પ્રત્યે મૈત્રીભાવ
સૂચવ્યો. (૨) દેવ-ગુરુ-દ્વિજનું પ્રિયપણું–ધમ પ્રભાવને લીધે. પદર્શન- આ ઉપરથી ગુણ પ્રભેદ બતાવ્યું. (૩) દયાળુતા–કિલષ્ટ કર્મના સંમત પડ અભાવથી. આ ઉપરથી તેની દુખી પ્રત્યે અનુકંપા કહી. (૪) વિનીલક્ષણ તપણું–પુણ્યાનુબંધી પુણ્યને લીધે. આ ઉપરથી તેનું વિનયનમ્રપણું
અને નિરભિમાનપણું કહ્યું. (૫) બોધવંતપણું–ગ્રંથિભેદને લીધે. આ ઉપરથી એનું સમ્યગ્દષ્ટિપણું, સત્ય સમજણપણું, સમ્યગદર્શન–જ્ઞાનસંપન્નપણું બતાવ્યું. (૬) યતે'દ્રિયપણું-ચારિત્રભાવને લીધે. આ ઉપરથી એનું સંયમીપણું દર્શાવ્યું. આ છએ લક્ષણ ઉપરથી ગર્ભિતપણે આ મુમુક્ષુ કુલગીને સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને સદ્ભાવ બતાવી સ્વભાવ-ચાગ સાધક સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ બતાવી. આ ( પહ લક્ષણ એટલા બધા સ્પષ્ટ, અવિસંવાદી અને વ્યવહારૂ છે કે તે ઉપરથી કુલગી કેણ હોય? ને કેવો હોય ? તેની સ્પષ્ટ પરીક્ષા થઈ શકે છે. આ જ લક્ષણ એવા
વિશાળ ને સર્વગ્રાહી છે કે તે મુખ્ય ષ દર્શનને સંમત થાય એવા તે જ સાચે છે. (જુઓ પૃ. ૫૫૮ ગીતાના શ્લે). આ લક્ષણ જેનામાં હોય તે જ જોગીજન' કુલગી છે, તે જ સાચો વૈષ્ણવજન છે, તે જ સાચો બ્રાહ્મણ છે,
તે જ સાચે બૌદ્ધ છે, તે જ સાચે સાંખ્ય છે, તે જ સાચે જૈન છે, તે જ સાચે વેદાંતી છે, તે જ સાચે મુમુક્ષુ છે, તે જ સાચો આત્માથી છે, અને તે જ પરમ સિદ્ધ યોગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાની છેલ્લી કૃતિમાં અમર કરેલે સાચો
જોગીજન” છે. (જુઓ “ઈચ્છે છે જે જોગીજન” પૃ. ૧૩) અને આવા લક્ષણવાળો જે જોગીજન હોય, તે જ અત્ર આ યોગશાસ્ત્રને અધિકારી છે. આમ કુલગીનું સ્વરૂપ અત્ર કંઈક વિસ્તારથી યથામતિ વિવેચ્યું, તે સ્વમતિથી વિશેષ ચિંતવવું.