________________
(૭૧૨)
યોગદષ્ટિસમુચય અર્થ –અહિંસાદિ અપરિગ્રહ પર્યત એમ પાંચ યમો સંતેને સુપ્રસિદ્ધ છે. તથા તે પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકારનો છે.
વિવેચન અહીં લેકમાં અહિંસા આદિ ને અપરિગ્રહ પર્યત પાંચ યમે સંતને-મુનિઓને સુપ્રસિદ્ધ છે, સર્વતંત્ર સાધારણપણુએ કરીને સારી પેઠે જાણીતા છે; કારણ કે “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ છે,” એવું વચન છે. તથા આ પાંચમાંથી પ્રત્યેક યમ ઇચ્છા આદિ ચાર પ્રકાર છેઃ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ.
આ અહિંસાદિ પાંચને જેમ યોગ-સાંખ્યાદિ યમ કહે છે, તેમ જૈને તેને “વત’ નામથી ઓળખે છે, બૌદ્ધો “શીલ” નામ આપે છે. આમ શબ્દભેદ છતાં અર્થભેદ નથી, એટલે સુપ્રસિદ્ધ એવા આ પાંચ યમ સવતંત્રસાધારણ (Common to all religions) હેઈ સર્વમાન્ય છે, સર્વસંમત છે, સર્વદર્શનવાદીઓને સુપરિચિત છે. આવા સુપ્રસિદ્ધને સુપ્રસિદ્ધ કરવા અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આ અહિંસાદિનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી અને પ્રકારે સમજવા યોગ્ય છે અને સમજ આચરવા યોગ્ય છે. દ્રવ્યથી એટલે બાહ્યથી, વ્યવહારથી, શૂલપણે; અને ભાવથી એટલે અંતથી, પરમાર્થથી, સમપણે.
અહિંસા એટલે કઈ પણ જીવની હિંસા ન કરવી તે. “ના હિંડ્યા સર્વાળિ મૂતાનિ એમ વેદકૃતિ છે. અને કમાત્રાવ્યો હિંસા – પ્રમત્તયેગથી પ્રાણનું
હરવું તે હિંસા છે એમ શ્રી તવાર્થ સૂત્રનું વચન છે. અર્થાત્ ઇદ્રિયાદિ હિંસા-અહિંસા દશ પ્રકારના દ્રવ્ય પ્રાણમાંથી અથવા જ્ઞાન-દર્શનાદિરૂપ આત્માના
ભાવ પ્રાણુમાંથી કોઈ પણ પ્રાણુનું મન-વચન-કાયાના પ્રમાદ યોગથી હરવું તેનું નામ હિંસા છે; તેથી વિપરીત તે અહિંસા છે. આમાં “પ્રમાદગ' શબ્દ ખાસ અગત્યનું છે. જે પ્રાણ હરણમાં પ્રમાદ વેગ હોય, તે જ હિંસા છે, નહિ તે નહિં. એટલે કદાચ પ્રાણ હરાયા હોય, પણ મન-વચન-કાયાને પ્રમત્ત યોગ ન હોય તે હિંસા નથી. અને પ્રાણ ન પણ હરાયા હોય, પણ મન-વચનકાયાને પ્રમત્ત યોગ હોય તે હિંસા છે. આમ મન-વચન-કાયાને અપ્રમાદ હોય, યતના હોય, જયણા હોય, જેમ બને તેમ સાચા અંતરંગ ભાવથી જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન (Careful effort) હેય, કાળજી-તકેદારી હેય, તે દ્રવ્ય-પ્રાણહરણથી પણ હિંસા લાગતી નથી. અને મન-વચન-કાયાને પ્રમાદ વેગ હોય, જેમ બને તેમ જીવરક્ષા કરવામાં બેદરકારીરૂપ (Carelessness) અયત્ન હય, બેકાળજી હોય, તે દ્રવ્ય પ્રાણહરણ ન હોય છતાં પણ હિંસા જરૂર લાગે છે.