Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૧૮)
યોગદષ્ટિસમુરચય નથી, અને વમન થતું નથી કે અજીર્ણ ઉપજતું નથી, પણ બરાબર પાચન થઈ એકરસ બની શરીરની સર્વ ધાતુઓને પુષ્ટ કરે છે. તેમ સાચી ઈચ્છારૂપ રુચિભાવથી કરેલા પરમાર્થરૂપ પરમાન ભેજનમાં સાચી મીઠાશ આવે છે–સંવેગ માધુર્ય નીપજે છે, સત્ય તત્ત્વને કેળીઓ હોંસે હસે એની મેળે ગળે ઉતરે છે–સહેજે અંતમાં ઠસે છે, પરાણે ઉતારે પડતો નથી, મતાગ્રહથી તાણખેંચ કરીને ઠસાવ પડતું નથી, અંતમાં ઠરે છે, અરુચિરૂપ મેળ આવતી નથી, દાંભિક ઓળઘાલ દેખાવરૂપ તેનું વમન થતું નથી, કે અભિમાનરૂપ અજીર્ણ—અપ ઉપજ નથી; પણ અંતરાત્મપરિણામરૂપે, બરાબર પરિણત થઈ–પાચન થઈ એક પરમ અમૃતરસરૂપ બની આત્માની સર્વ ધાતુનેશુદ્ધ સ્વભાવ ભાવને પુષ્ટ કરે છે. આ દષ્ટાંત ઉપરથી, રુચિનું-ઈચ્છાનું સન્માર્ગ–પ્રવેશમાં કેટલું બધું મહત્વ છે, “ઈચછે છે જે જોગીજન” પદમાં ઇછે છે પદનું કેટલું બધું અર્થગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. વળી મન વિનાના મિલનમાં જેમ મઝા આવતી નથી, તેમ મન વિનાના-ઈચ્છા વિનાના સન્માર્ગ મિલનમાં ખરી મઝા આવતી નથી. “મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવું” –એના જે આ ઘાટ થાય છે. સન્માર્ગાગરૂપ પરમાર્થ-લગ્નમાં અંતરંગ પ્રીતિરૂપ “લગની લાગ્યા વિના ખરે આનંદ અનુભવાતે નથી. એટલા માટે જ અંતરંગ પ્રીતિરૂપ આ ઇચ્છાગને આ ગમાર્ગમાં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી. . વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તે કઈ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી પ્રથમ તે તે કાર્ય માટેની અંતરંગ ઇચ્છા-રુચિ–ધગશ જાગવી જોઈએ. એવી અંતરંગ ઈચ્છા હોય, તો જ તેને રસ્તે મળી આવે છે. “Where there is a will there is a way”—એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેને માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત્ કાર્ય માટે પ્રયત્ન (Effort) થાય છે. અને એમ ઉત્સાહથી પ્રવર્તતાં માર્ગમાં વિન (Obstacle) આવે તો તેને જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનકમે કાર્યની પૂર્ણતા-સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તે ઠરૂપ હોઈ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ “છાર પર લિંપણ” જેવી થઈ પડે છે! આમ સામાન્ય કમ છે. આત્મા કાર્યરુચિવાળે થયે બધા કારક ફરી જાય છે, પલટાઈ જાય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ એ છ કારક જે પૂર્વે બાધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ રુચિ–ઈચ્છા ઉપજતાં સાધકપણે પ્રવર્તે છે. આમ અંતરંગ ભાવરૂપ રુચિ-ઈચ્છા ગુણથી જીવની વૃત્તિમાં અજબ પલટે આવી જાય છે, ચમત્કારિક ફેરફાર થઈ જાય છે, કારણ કે જેવી રુચિ ઉપજે છે, તેવું તેને અનુયાયીઅનુસરતું આત્મવીર્ય સ્કુરાયમાન થાય છે. ( જુઓ કાવ્ય પૃ. ૨૯૧ ) જ્યારે જીગરને પ્રેમ લાગે છે, ત્યારે જ આત્મા જાગે છે, અને ત્યારે જ ખરેખરો રંગ લાગે છે. આવી અપૂર્વ ગુણવાળી જે ઈચ્છા છે, તે વળી યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી તથા