________________
(૭૩૮)
યોગદષ્ટિસમુચ્ચય સ્વરૂપ લક્ષ્ય ભણી જ હોય, અવંચક–અચૂક જ હોય, આડીઅવળી ન હોય, વંચક-ચૂકનારી ન હોય. આમ આ ક્રિયાવંચક પ્રસ્તુત બાણના દષ્ટાંતમાં બાણની અવંચક ગમનક્રિયા બરાબર છે; કારણ કે જે નિશાન પ્રત્યે બાણને વેગ-અનુસંધાન બરાબર તાકેલ–અવં. ચક હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ બરાબર અચૂક–અવંચક જ હોય. અને જે નિશાન પ્રત્યે બાણને વેગ–અનુસંધાન બરાબર તાકેલ ન હોય, વંચક-ચૂકી જનાર હોય, તે નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી–વંચક હેય. તેમ યંગ જે અવંચક હોય, તે ક્રિયા પણ અવંચક હોય; અને યોગ જે વંચક હોય તે ક્રિયા પણ વંચક હોય, આ નિયમ છે.
એટલે પુરુષના સ્વરૂપદર્શનરૂપ-ઓળખાણુરૂપ યોગ પછીની જે કાંઈ વંદનાદિ ક્રિયા છે, તે જ અવંચક હોય છે. તે ઓળખાણ પહેલાંની જે ક્રિયા છે, તે વંચક હોય
છે–સફળથી સૂકાવનારી હોય છે. કારણ કે અનંતકાળથી આ જીવે સત્પુરુષના અનંત ક્રિયા કરવામાં કંઈ મણા રાખી નથી, અનંત પરિશ્રમ ઊઠાવયોગ વિનાની વામાં કાંઈ બાકી રાખી નથી. (જુઓ પૃ. ૧૬૨) અરે ! દ્રવ્ય શ્રમણવંચક કિયા પણાની અનંત ક્રિયા ઉત્તમ રીતે પાળીને આ જીવ પ્રિયકમાં પણ
અનંત વાર ઉપજ્ય હતું. પણ તથારૂપ ભાવ વિના પરમાર્થથી તે બાપડાની આ બધી મહેનત પાણીમાં ગઈ છે ! કારણ કે જીવન આ બધે પ્રયાસ ઉલટી દિશામાં–ઉંધી દિશામાં હતો. ઉંધી દિશામાં લાખો ગાઉ કાપી નાંખે શું વળે? સાચી દિશામાં એક ડગલું પણ વધે તે લક્ષ્યસ્થાન નિકટ આવતું જાય, પણ તેમ તે આ જીવે કર્યું હોતું ને તેથી તે રખડ્યો. આ બધું નિષ્ફળ થયું, તેનું કારણ તેને પુરુષનો યોગ થયે નહિં તે છે. પુરુષને ભેટે તે તેને અનેક વાર થયું હશે, પણ તેણે સપુરુષને તસ્વરૂપે ઓળખ્યા નહિ, એટલે કલ્યાણ થયું નહિં. પુરુષનું સ્વરૂપ ઓળખી તેને જે એક વાર પણ ભાવવંદન-નમસ્કાર કર્યો હોત, તે તેને બેડો કયારને પાર થઈ ગયો હોત! કારણ કે “જિનવરવૃષભ વધમાનને એક પણ નમસ્કાર સંસારસાગરથી નર કે નારીને તારે છે–એ શાસ્ત્રવચનથી એ પ્રતીત થાય છે. એમ એક વાર પણ જે તેણે આગમરીતે વંદના કરી હોત તો સત્ય કારણે કાર્યની સિદ્ધિ તેને પ્રતીત થઈ જાત. (જુઓ પૃ. ૩, “ફુવે નમુad” ઈ.)
આમ તેણે પુરુષને એશે અનંતવાર વંદનાદિ કર્યું હશે-પણ ઓળખ્યા વિના, એટલે જ તેને આ વંદનાદિ ક્રિયા વચક થઈ પડી, સફળથી ચૂકવનારી–વંચનારી થઈ
પડી ! હા, તેથી શુભબંધ થયે-પુણ્યોપાર્જન થયું, પણ સંસાર પરિસ્વરૂપલક્ષ્ય બ્રમણ અટક્યું નહિ; ચતુગતિરૂપ અનેકાંત ફળ મળ્યું, પણ મોક્ષરૂપ વિનાની એકાંત ફળ મળ્યું નહિં! વળી આ સ્વરૂપ લક્ષ્ય વિનાની અનંત ક્રિયા યિા વંચક કરતાં પણ આ જીવ એવી જ ભ્રમણામાં હતું કે હું ધર્મ કરું છું, વેગ
સાધું છું, મેક્ષસાધક ક્રિયા કરું છું. અને એવી બ્રાંત માન્યતાથી તે