Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૫૪)
યોગદષ્ટિસમુચય ને મોટા માણસને આપવાની માત્રા બાલકને આપી છે, તે તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિપરીત પરિણામ આવે ? કેવું ઓડનું ચોડ વેતરાઈ જાય ? તેમ સદગુરુ સવૈદ્ય પણ ભવરગી એવા સંસારી જીવની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, ભાવથી બાલાદિ વય–પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી, તેની ભાવચિકિત્સા (Spiritual treatment) કરવી જોઈએ. એમ ન કરે ને મોટા માણસને-પંડિત જનને આપવા યોગ્ય ઉપદેશમાત્રા બાલ જીવને આપે, તે તેનું કેટલું બધું અહિત થાય ? કેવું વિષમ પરિણામ આવે ? આ દષ્ટાંતનું દષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને અમે આ ગદષ્ટિસમુચ્ચય અગ્યને દેવા યોગ્ય નથી, એવો અત્ર સ્પષ્ટ નિષેધ કરીએ છીએ,-આમ શ્રી હરિભદ્રસૂરિનું કહેવું છે.*
આ એમ કેમ ? તે કે–
अवज्ञह कृताल्पापि यदनाय जायते । अतस्तत्परिहारार्थ न पुनर्भावदोषतः ॥ २२७ ॥ અનર્થકારી અલ્પ પણ, થાય અવજ્ઞા અહિ;
પરિહારાર્થે તસ કહ્યું, ભાવદોષથી નહિ. ૨૨૭ અથ—અહીં–આ યોગદક્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અપ પણ અવજ્ઞા અનર્થને અર્થે થાય છે, એટલા જ માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે, નહિ કે ભાવદષથી કહ્યું છે.
વિવેચન અહીં–આ યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલ્પ પણ અવજ્ઞા, મહાવિષયપણાએ કરીને અનર્થને અર્થે થાય છે, એટલા માટે તેના પરિવાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે નહિકે ક્ષુદ્રતારૂપે ભાવદષથી. ઉપરના શ્લોકમાં જે કહ્યું કેઅ ને આ દેવા ગ્ય નથી એમ હરિભદ્ર કહે છે,” તે કહેવાનું કારણ શું ? તેનો અહીં સ્પષ્ટ ખુલાસો કર્યો છે. આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે અપ પણ અવજ્ઞા કરવામાં આવે, તે તે અવજ્ઞા કરનારને પિતાને મહાઅનર્થરૂપ થઈ પડે,
કૃત્તિઃ - અવસે-અવજ્ઞા અહીં –ગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, કૃતાત્પન-કરવામાં આવેલી, સ્વરૂપથી ૯૫ પણ, થર્-કારણ કે, નર્યાય ગાયો-અનથથે થાય છે,-મહાવિષયપણુાએ કરીને, અતરત જિલ્લાવાર્થ-એટલા માટે તેના પરિહારથે, ૧ પુનર્માવત :-૫ણ નહિં કે ભાવદોષથી-સુતાથી હરિભદ્રે આ કહ્યું છે.
x “ हितमपि वायोरौषधमहित तत् श्लेष्मणो यथाऽत्यन्तम् ।
સદ્ધર્મદેવનૌષધમેર્વે વાટાઘવેક્ષમિતિ | ”—શ્રી હરિભદ્રસુરિત પડશક.