Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 844
________________ (768 ) મુક્ત તવ મીમાંસાને સાર–ઉપસંહારનો સાર વિકાર છે, તે વિચિત્ર પ્રકારનો મોહ ઉપજાવે છે અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. કર્મ જન્ય આ ભવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મમરણાદિ દેષ ટળવાથી તેને અદેષપણાની સંગતિ-ઘટમાનપણું થાય છે. એટલે આત્માની સ્વરૂપ સત્તા જ-સ્વભાવ સ્થિતિ-સહજામસ્વરૂપ એ જ મોક્ષભાવ-મુક્તભાવ છે. રોગી, કે તેને અભાવ, કે તેનાથી બીજે તે રોગમુક્ત કરી સન્નીતિથી ઘટત નથી; તેમ જન્મરેગી, તેને અભાવ, કે તેનાથી બીજે તે મુક્ત તે પણ મુખ્યપણે મુખ્ય ઘટતું નથી. પણ જે પુરુષને વ્યાધિ ક્ષીણ થઈ ગયો છે, તે જેમ લેકમાં વ્યાધિમુક્ત સ્થિત છે; તેમ જે આત્માને જન્મવ્યાધિ ક્ષીણ થયો છે, તે જન્મરોગી તે જન્મરોગથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો છે. રોગના અભાવથી કાંઈ રોગીનો અભાવ થઈ જતો નથી, પણ તે તે રોગમુક્ત નીરોગીને જ સ્વસ્થ ભાવ છે; તેમ જન્મોગના અભાવથી કાંઈ આત્માને અભાવ થઈ જતો નથી, પણ તે તે નરગી આત્મસ્વરૂપ સ્વસ્થ આત્માને સ્વભાવભાવ આવિર્ભાવ છે, અને તે જ મુક્ત ભાવ છે. ઉપસંહારને સાર મહા યોગશાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી આર્ષદૃષ્ટા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથરૂપ ગામૃત લેવ્યું છે; બિન્દુમાં જાણે કૃતસિધુ ઉલ્લ હેય એમ તેનું પ્રત્યેક સૂત્ર ગંભીર આશયભર્યું છે, તેના દિગદર્શનાર્થે આ ભગવાનદાસે ઉલ્લાસથી તે ગ્રંથ પર લાંબું વિવેચન કર્યું છે, અને તેમાં પણ વિશિષ્ટ ભાવ ઉલ્લાસથી તે ગ્રંથનું અને વિવેચનનું સારભૂત તાત્પર્ય દર્શાવતા આ કળશકાવ્યની નવરચના સ્વયં કરી છે. જે કુલગી અને પ્રવૃત્તચકગી–આત્માથી મુમુક્ષુ જોગીજનમાત્ર છે, તેઓને આ યોગશાસ્ત્ર ઉપકારી થઈ પડશે. આ કુલગી અને પ્રવૃત્તચક્ર યેગીનું લક્ષણ અત્ર સ્પષ્ટ વર્ણવ્યું છે. જે સંતનું સ્વરૂપ ઓળખી સંતને સેવે છે, તે સંત સંતકૃપાથી સંત ફલ પામે છે,–આવા મેગાવંચક, કિયાવંચક ને ફલાવંચક એ ત્રણ અવંચક યુગના વેગે ઓ યેગીઓનું જ અહીં યુગમાં ગ્યપણું-યોગ્ય પાત્રપણું છે, અને એ જ આ ગ્રંથના યોગ્ય અધિકારી છે. શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયાનું અંતર ભાનુ-ખદ્યોત જેવું છે, ઈત્યાદિ રહસ્ય જે પ્રકાશે છે, એ આ ગ્રંથ અગ્ય જનને દેવે એગ્ય નથી, પણ ગ્ય જનને તે પરમ પ્રેમભાવે દેવ જ છે, કે જેથી જગતમાં પરમકૃત પ્રભાવ થાય અને શ્રેયવિનને વિરહ થાય.

Loading...

Page Navigation
1 ... 842 843 844