________________
(૭૬૬)
કાન્તાદષ્ટિ, પ્રભાષ્ટિને સાર એમ વિવેકસંપન્ન ગી સદાય પ્રત્યાહાર કરી વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચે છે, પાપખારૂપ ભેગમાં આસક્તિ ધરતા નથી, ધર્મથી સાંપડતા ભેગને પણ અનિષ્ટ માને છે, અને વિષયવિષને દૂરથી ત્યજી આત્મસ્વરૂપ અમૃતને ભજે છે. અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ અને સર્વ વિભૂતિઓ આ ગીની દાસી થઈ ફરે છે, સ્વયં આવીને યોગીને વરે છે, પણ આ સમ્યગ્દષ્ટિ યોગી તે સામે દૃષ્ટિ પણ કરતા નથી. જ્યાં આત્માની અનંત ત્રાદ્ધિ પ્રગટી છે. ત્યાં લબ્ધિ સિદ્ધિ શી વિસાતમાં છે? એમ જાણતા સમ્યગદષ્ટિ જ્ઞાની યોગી તત્વથી ધર્મમાં જ યત્ન કરી આત્મધર્મમાં સ્થિરતા ધરે છે.
૬. કાંતાદૃષ્ટિને સાર છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં દર્શન તારા પ્રભા સમાન હોય છે; ધારણ નામના છઠ્ઠા ગાંગની પ્રાપ્તિ, અન્યમુદ્ નામના છઠ્ઠા ચિત્તદોષનો ત્યાગ, અને મીમાંસા નામના છઠ્ઠા ગુણની પ્રાપ્તિ હોય છે.
મ્યાનથી તલવારની જેમ દેહાદિથી આત્માને જેણે ભિન્ન જાણે છે, એ આ આત્મજ્ઞાતી સમ્યગદષ્ટિ યોગી આત્મસ્વરૂપમાં ધીર ધારણ ધારી પરભાવ-વિભાવમાં કદી મોહ ધરાવતા નથી, આત્મસ્વભાવમાં વર્તનારૂપ ધર્મમાં વર્તનથકી સમ્યફ આચારશુદ્ધિ પામે છે. ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્તાિ મહાત્માનું મન, પતિવ્રતા સ્ત્રીની જેમ, સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે આમ મૃતધર્મ જેના ચિત્તને નિત્ય આક્ષેપે છે–આકષી રાખે છે એવા આ જ્ઞાનાક્ષેપકવંતને ભેગે પણ વહેતુ થતા નથી ! મોહમયી માયા મધ્યે પણ અહસ્વરૂપી તે દુષ્કરકારી, જલમાં કમલની જેમ, કદી પણ લેપાતા નથી! માયાજલ સમા ભોગને જે અહીં તેના સ્વરૂપથી દેખે છે, તે ભેગવતાં પણ અસંગ રહી પરમ પદ પ્રત્યે જાય જ છે; પણ ભેગને જે તત્ત્વરૂપ-સાચેસાચા માને છે, તે ભગતત્ત્વ પુરુષ તે ભવસમુદ્ર તરતું નથી. હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે એવી મીમાંસારૂપ પુષ્ટ તત્ત્વસુધાના રસપાનથી જે નિત્ય પુષ્ટ છે, એ આ દષ્ટિમાં સ્થિત ભેગી ઉત્તરોત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતઉદય સદાય પામે છે.
૭. પ્રભાષ્ટિનો સાર સાતમી પ્રભાષ્ટિનો બધપ્રકાશ સૂર્ય સમાન હોય છે અત્રે સાતમું ગાંગધ્યાન પ્રાપ્ત થાય છે, “રેગ' નામને સાતમા ચિત્તદોષ ટળે છે ને તવ પ્રતિપત્તિ નામનો સાતમો ગુણ પ્રગટે છે.
સ્વ૫ર વસ્તુના ભેદજ્ઞાનથી જન્મેલું એવું પ્રશમરસથી સાર સાચું ધ્યાનસુખ અત્રે અનુભવી યોગી ચાખે છે; કારણ કે નિર્મલ બોધ કરીને આત્માનું શુકલ ધ્યાન આ મહાત્મા જ્ઞાનીને અહોનિશ વર્તે છે; એટલે પરવશ તે સઘળું દુઃખ ને નિજવશ તે સઘળું સુખ હોઈ, આ યોગી આત્મવશ એવું સાચું આત્મધ્યાન સુખ અનુભવે છે.