________________
આઠ યોગદૃષ્ટિના સામાન્ય સાર
(૭૬૨ )
ગેામયઅગ્નિકણ, કાષ્ઠઅગ્નિકણ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે, અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠ દૃષ્ટિમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચેાગના આઠે અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હાય છે ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુગ્ણ્ અને આસંગ એ આઠ પ્રકારના ચિત્ત-આશય દોષના ત્યાગ થતાં અનુક્રમે આ આઠ દૃષ્ટિ સાંપડે છે; અને અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, એધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ હૃષ્ટિમાં આવિર્ભાવ પામે છે–પ્રગટે છે. (સ્પષ્ટ સમજવા માટે જુએ આ સાથે જોડેલું કાષ્ટક.)
અત્રે દૃષ્ટિ' શબ્દનેા અર્થ સત્શાસ્રશ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવા એષ છે; અને તેના ફળરૂપે અસત્પ્રવૃત્તિપદ અટકે છે, ને સત્પ્રવૃત્તિપદ પ્રગટે છે.
આ આઠ ચેાગષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર સુધી મિથ્યાત્વ હાય છે, પાંચમી સ્થિરા દૃષ્ટિથી સમ્યક્ત્વના પ્રારંભ થાય છે. મિત્રા આદિ ચારમાં મિથ્યાત્વ હોવા છતાં તેને સષ્ટિમાં ગણી, તેનું કારણ એ છે કે તે સમ્યક્ત્વના કારણરૂપ થાય છે. જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી–રસ-કાવા વગેરે અવસ્થાએ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાંસિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાએ આત્મદશાઓ અવશ્ય ઉપયેગી હાય છે. મિત્રા આદિ દૃષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માય ની-મીઠાશની નિષ્પત્તિ થાય છે.
આ આઠ દૃષ્ટિમાં મિત્રા માદિ પહેલી ચાર દૃષ્ટિ પ્રતિપાતી પાછી પડનારી કે અપ્રતિષ્ઠાતી–પાછી ન પડનારી હાય, એમ વિકલ્પરૂપ ભજના છે; પણ છેલ્લી ચાર સ્થિરા આદિ દૃષ્ટિ તે અપ્રતિપાતી જ હોય—આવ્યા પછી પાછી પડે જ નહિ, અને તેથી તેમાં નરકાદિ અપાય (હાનિ–માધા) પણ હેય નહિ. અને આવી અપ્રતિપાતી–પાછી નહિ પડતી દૃષ્ટિ સાંપડવા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણુ-ગમન અખંડ અભંગપણે ચાલ્યા કરે. વચ્ચમાં કદાચ કના ભેાગ બાકી હાય તેા ઉત્તમ દેવ-મનુષ્યના અલ્પ ભવ કરવારૂપ રાતવાસેા કરવા પડે તા ભલે, પણ છેવટે તા મુક્તિપુરે હાંચે જ, ‘સ્વરૂપ સ્વદેશ’ જાય જ.
કટક
યોગદૃષ્ટિ ૧ મિત્રા
૨. તારા
૩. લા
૪. દીગ્રા
૫. સ્થિરા
કૈં. કાંતા
૭. પ્રભા
૮. પરા
ચેમાંગ
મમ
નિયમ
આસન
પ્રાણાયામ
પ્રત્યાહાર
ધારણા
ધ્યાન
સમાધિ
દોષત્યાગ
ખેદ
ઉદ્દેગ
ક્ષેપ
ઉત્થાન
ભ્રાંતિ
અન્યમુદ્
રુમ્ (રણ) આસગ
ગુણપ્રાપ્તિ
અદ્વેષ
જિજ્ઞાસા
શુભ્રષા
શ્રવણ
માધ
મીમ’સા
પ્રતિપત્તિ
પ્રવૃત્તિ
એષઉપમા
તૃણુઅગ્નિકણ ગામયઅગ્નિકણુ કાઅગ્નિકણુ
દીપપ્રભા
રત્નપ્રસા
તારાપ્રભા
સૂર્ય પ્રભા
ચંદ્રપ્રભા
વિશેષતા
મિથ્યાત્વ
39
,,
,,
સમ્યક્ત્વ
,,
"P