Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૪૬)
યોગદષ્ટિસમુચ્ચય પક્ષપાત છે, અને જે ભાવશૂન્ય ક્રિયા છે,–આ બેની વચ્ચેનું અંતર એટલું બધું મોટું છે કે તેને સૂર્ય–ખદ્યોતના અંતરની ઉપમા આપી શકાય. ઝળહળતો સૂરજ અને તગતગતે ખજૂઓ-આગીઓ એ બંને પ્રકાશ વચ્ચે જેટલું મોટું અંતર છે, તેટલું અંતર તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે છે. તાવિક પક્ષપાત સૂર્યપ્રકાશ સમે છે, અને ભાવશૂન્ય યિા ખદ્યોત પ્રકાશ સમી છે. એટલે તાત્વિક પક્ષપાતની વાત મોટી છે.
કેઈએમ શંકા કરે કે આ પેગ વિષય પ્રત્યે પક્ષપાત માત્ર ઉપજવાથી શે ઉપકાર થાય? ઉપકાર તે ક્રિયા પ્રવૃત્તિથી થાય, માત્ર રુચિરૂપ પક્ષપાતથી શી રીતે થાય? તેનું
નિવારણ અત્રે ઉક્ત દષ્ટાંતથી કર્યું છે. આ ગશાસ્ત્ર વિષય પ્રત્યે તાવિક પક્ષ- તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, ખરેખરો ભાવ પક્ષપાત ઉપજ પાતથી ઉપકાર તે પણ કાંઈ નાનીસૂની વાત નથી, કારણ કે તથારૂપ પક્ષપાત અંતરંગ
રુચિ–પ્રેમ વિના ઉપજતું નથી, અંતરંગ ભાવ વિના ઉપજતું નથી. એટલે અંતરંગ રુચિ-ભાવથી ઉપજતા આ ભાવપક્ષપાતનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે, એની સાથે આપણે જે ભાવ વગરની કરવામાં આવતી અનત દ્રવ્ય ક્રિયાની સરખામણી કરીએ, તે તે ભાવશૂન્ય ક્રિયાની અતિ અતિ અલપ કિંમત છે. કેઈ એક મનુષ્ય સાચા ભાવથી આ યુગ વિષય પ્રત્યે માત્ર પક્ષપાત જ ધરાવતું હોય, અને કાંઈ યેગસાધક કિયા ન પણ કરતા હોય અને બીજે કિયા જડ મનુષ્ય અંતભેદ વિનાની–ભાવ વિનાની અનંત દ્રવ્ય ક્રિયા કરતો હોય,–તે આ બંનેની વચ્ચેનું અંતર સૂરજ ને આગીઆના અંતર જેટલું છે. ભાવથી પક્ષપાત માત્ર ધરાવનાર પણ, ભાવશૂન્ય અનંત ક્રિયા કરનાર ક્રિયાજડ કરતાં અનંતગણે મહાન છે. ભાવ પક્ષપાતી સૂર્ય સમો છે, અને ભાવશૂન્ય ક્રિયાજડ ખદ્યોત સમે છે. એટલે આ બેની તુલના કેમ થઈ શકે ? કયાં મેરુ, કયાં સરસવ? કયાં સિંધુ, કયાં બિંદુ? કયાં સૂર્ય, કયાં ખદ્યોત?
“બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ;
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડ અહિ.” શ્રી આત્મસિદ્ધિ “મારિયા: ઇતિજર્જરિ ન માવાચા ”—શ્રી કલ્યાણુમંદિર સ્તોત્ર.
અને અત્રે જે પક્ષપાતની વાત છે, તે તાત્વિક પક્ષપાતની વાત છે. તાત્વિક એટલે પારમાર્થિક–પરમાર્થ સત્ સત્ય તત્વ સમજીને–પરમાર્થ સમજીને તેના પ્રત્યે સહજ સ્વભાવે ઉપજતે પક્ષપાત તે તાવિક પક્ષપાત છે. આ તાત્વિક પક્ષપાતમાં અને અતાત્વિક પક્ષપાતમાં ઘણે ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે, કારણ કે મતાગ્રહથી ઉપજતે પક્ષપાત-મતના મમત્વથી ઉપજતે પક્ષપાત તે અતાવિક છે. તેમાં મારું તે સાચું”