________________
ઉપસંહાર : સદગુરુ યોગે, અવંચક યોગ, અવ'ચક ક્રિયા
(૭૩૭) અર્થ –તે જ તેના પ્રામાદિ ક્રિયાને નિયમ એ જ ક્રિયાવંચક વેગ છે – કે જે મહાપાપક્ષયના ઉદયરૂપ છે.
વિવેચન તે સંતે પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયાનો નિયમ એ જ બસ ક્રિયાવંચક યોગ છે; અને આ મહાપાપક્ષયના ઉદયરૂપ છે,-નીચ ગોત્ર કમને ક્ષય કરનાર છે.
આવા જે ઉપરમાં હમણું જ કહ્યા તે શાંત, દાંત ને ક્ષાંત સાચા સપુરુષો-ભાવસાધુઓ પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયાને નિયમ તે ક્રિયાવંચક છે. આત્માના સત્ સ્વરૂપને
યોગ થયો છે એવા જે સાચા ભાવગી પુરુષનું સપુરુષસ્વરૂપે સત્પુરુષની દર્શન થયું, તે પુરુષ પ્રત્યે જ પ્રમાદિ ક્રિયા કરવી તે કિયાવંચક છે. ભક્તિ અત્રે આદિ શબ્દથી સ્તવન, કીર્તન, વૈયાવચ્ચ, સેવા વગેરે ગ્રહણ
કરવા. જેને પુરુષના સ્વરૂપનું-ગુણવંતપણાનું અદ્ભુત દર્શન થાય છે, તેના સ્વરૂપને લક્ષ્ય થાય છે, તેને આત્મા પછી સહજ સ્વભાવે ભક્તિભાવથી તે સંતના ચરણકમળમાં ઢળી પડે છે, તેને મને. તે સતપુરુષના ગુણચિંતનમાં રમે છે, તેના વચન યેગને તે સપુરુષનું ગુણસ્તવન ગમે છે, તેને કાયમ તે પુરુષના ચરણે નમે છે, તેના સમસ્ત આત્મપ્રદેશ તે સપુરુષ પ્રત્યે પરિણમન-“પરિગ્નમન કરે છે. આમ તે સપુરુષ પ્રત્યેની ભક્તિ ક્રિયામાં મન-વચન-કાયાની સમસ્ત શક્તિથી તલ્લીન બને છે. (જુઓ પૃ. ૩, “પ્રભુપણે પ્રભુ ઓળખી” ઈ.) એટલે આ ભક્તિવંત જીવ નિરંતર સપુરુષના વિનય, બહુમાન, આદર આદિ કરે છે; તનથી, મનથી, ધનથી, સર્વથી તેમની આજ્ઞા માથે ચઢાવે છે, અને સર્વાત્માથી તેમની વૈયાવચ્ચ-સેવા વગેરે કરે છે; કર જોડી તેમની સેવામાં ખડે પગે ઉભું રહે છે, તેમની સેવામાં તન-મન-ધન સર્વ અર્પણ કરે છે. જોકે પુરુષ તે પરિપૂર્ણ નિ:સ્પૃહ છે અને દેહાદિમાં પણ સર્વથા મૂચ્છરહિત હેઈ પરમાણુમાત્રની પણ અપેક્ષા રાખતા નથી, તે પણ સપુરુષને પોતાના પરમ ઉપકારી જાણી આત્માર્થી મુમુક્ષુ જીવ તેમના ચરણકમળમાં આત્માર્પણ કરે છે– આત્મનિવેદન કરે છે, નિજ આત્માનું નૈવેદ્ય ધરે છે, અને ભાવે છે કે “શું પ્રભુ ચરણ કને ધરું ?” (જુઓ પૃ. ૧૩૨, “આહ અહો શ્રી સદ્ગુરુ' ઈ.)
- ઈત્યાદિ પ્રકારે જે પરમ નિઃપૃહી આત્મારામી સપુરુષ પ્રત્યે પ્રણામાદિ ભક્તિ ક્રિયા કરવામાં આવે છે, તે જ ક્રિયાવંચક યુગ છે, તે જ કિયા અવંચક છે. ક્રિયા એવી કે જે કદી વચે નહિં, ચૂકે નહિં, ફોગટ જાય નહિ, તે ક્રિયાવંચક લક્ષ્યને-નિશાનને બરાબર તાકીને ફેંકવામાં આવેલા બાણની ગમન કિયા લક્ષ્ય ભણી જ હોય, અચૂકઅવંચક જ હેય, આડીઅવળી ન હય, વંચક-સૂકનારી ન હોય. તેમ સપુરુષના સ્વરૂપ-લક્ષ્યને બરાબર લક્ષમાં રાખીને કરવામાં આવેલી આ વંદનાદિ ક્રિયા પણ સાધ્ય