Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૭૨૦)
યોગદૃષ્ટિસસુક્ષય
6
ભાગ્યશાળી થઈશ ? આવા દ્રવ્ય-ભાવ નિગ્રંથ થવાને મને અપૂર્વ અવસર એવા કયારે આવશે ? કયારે થઇશુ' બાહ્યાંતર નિગ્રંથો ? ’( શ્રીમદ્ રાજચંદ્રજી ) “ માહિનીભાવ વિચાર અધીન થઇ, ના નિરખુ નયને પરનારી;
પત્થર તુલ્ય ગણુ પર વૈભવ, નિ`ળ તાત્ત્વિક લેાભ સમારી.
દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ' સ્વરૂપ વિચારી;
એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહેા ભવહારી. ’—શ્રી મેાક્ષમાળા.
જેમ કેઈ અમુક સ્થળે વ્યાપારની ભારી અનુકૂલતાને લીધે દ્રવ્યલાભ ખૂબ થાય છે, એમ સાંભળીને સ્વા'પટુ વ્યાપારી વણિકને ત્યાં શીઘ્ર દે।ડી જઇ વિપુલ ધનસ'પત્તિ પ્રાપ્ત કરવાનું મન થઈ આવે; તેમ અત્રે પણ અહિંસાદિ યોગવ્યાપારની અનુકૂળતાએ અપૂર્વ આત્મલાભ થાય છે એમ સાંભળીને, આત્માપટુ મુમુક્ષુને પણ તેવા અહિં'સાદિ યેાગવ્યાપારથી અપૂર્વ આત્મગુસપત્તિ મેળવવાનુ મન થઇ આવે છે, રુચિ-ઇચ્છા ઉપજે છે, કેડ–મનારથ જાગે છે.
“ જ્ઞાનાદિક ગુણુ સપદા રે, તુજ અનંત અપાર;
તે સાંભળતાં ઉપની રે, રુચિ તિથૅ પાર ઉતાર....અજિત જિન.”—શ્રી દેવચ'દ્રજી, તથા આ જે ઇચ્છા ઉપજે છે તે અવિપરિણામિની હાય છે, કદી વિપરિણામનેવિપરીત પરિણામને પામતી નથી; કારણ કે તદ્ભાવની સ્થિરતા હેાય છે, એટલે તે ઇચ્છા કદી અનિચ્છારૂપ થતી નથી, પ્રીતિ અપ્રીતિરૂપ થતી નથી, રુચિ અરુચિરૂપ થતી નથી. જે ઇચ્છારૂપ ભાવ ઉપજ્યા તે ઉપજ્યેા, તે કદી વિપરિણામ પામી અભાવરૂપ થતા નથી. એવા ઉત્કટ અતરગ ઇચ્છાભાવ અત્ર પ્રગટે છે. તે ઇચ્છા-રુચિને અંતરંગ રંગ લાગ્યા તે લાગ્યા, કદી ભૂંસાતા જ નથી. જેમ ચાળ મઢના રંગ કદી જતા નથી, તેમ આત્માને લાગેલા આ દૃઢ ઇચ્છા-ર'ગ કદી જતા નથી વસ્ત્ર જીણુ થઈને ફાટી જાય પણ પાકે મને રગ જાય નહિ; તેમ દેહ જીણુ થઈને પડી જાય પણ જાગેલા આત્માને લાગેલે આ ભાવરગ કઢી જાય નહિ; તે ભવાંતરમાં પણ આજ્ઞાંકિત અનુચરની જેમ અનુગામી થઇને પાછળ પાછળ ચાલ્યા આવે. ઘાટ ઘડામણુ ભલે જાય, પણ સેાનું કદી વિષ્ણુસે નહિ; તેમ દેહના ઘાટ ભલે જાય, પણ સેના જેવા આ જાગ્રત આત્માને લાગેલા અંતરંગ રંગ ટળે નહિં. ( જુએ, કાવ્ય પૃ. ૨૩૯ ) તથા—
節
सर्वत्र शमसारं तु यमपालनमेव यत् ।
प्रवृत्तिरि विज्ञेया द्वितीयो यम एव तत् ।। २२६ ॥
વૃત્તિ:—સત્ર-સČત્ર સામાન્યથી, સમસામાં ૐ–શ્રમસાર જ, ઉપશમસાર જ, યમાનમેષ
ચ-ક્રિયાવિશિષ્ટ એવું જે યમપાલન, પ્રવૃત્તિષિ વિજ્ઞેયા-તે અહીં પ્રવૃત્તિ જાણવી. યમેામાં–દ્વિતીયો ચમ વ તત્-તે દ્વિતીય યમ જ છે, પ્રવૃત્તિયમ છે એમ અથ છે.